વડોદરામાં પાટીલનો વિરોધ:ભાજપ કાર્યાલયે મહાભારત ગ્રંથ આપવા જતાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુથ કોંગ્રેસ અને NSUIના આગેવાનોને પોલીસ દ્વારા અટકાયત કરી છાણી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા. - Divya Bhaskar
યુથ કોંગ્રેસ અને NSUIના આગેવાનોને પોલીસ દ્વારા અટકાયત કરી છાણી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા.
  • પાટીલે ભૂલથી સુભદ્રાજીને શ્રીકૃષ્ણ ભગવાનના બહેનને બદલે પત્ની કહી દેતા વિરોધ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એક કાર્યક્રમ દરમિયાન ભૂલથી સુભદ્રાજીને શ્રીકૃષ્ણ ભગવાનના બહેનને બદલે પત્ની કહી દેતા તેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીની આગેવાનીમાં યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપ સાથે કાર્યકરો ભાજપના કાર્યાલય પર હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારત આપવા જતા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત
દરમિયાન કોંગ્રેસના નેતાઓને પોલીસે ભાજપના કાર્યાલય સુધી જતાં તેમને રોક્યા હતા અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપ, NSUI પ્રમુખ વ્રજ પટેલ, નિખિલ સોલંકી, પવન ગુપ્તા, ઉમંગ સોલંકી, પાર્થ પટેલ, પપ્પુ જયસ્વાલ, મેહરજ રાજન સહિત યુથ કોંગ્રેસ અને NSUIના આગેવાનોને પોલીસ દ્વારા અટકાયત કરી છાણી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા.

રુક્મિણીના બદલે સુભદ્રાને શ્રીકૃષ્ણનાં પત્ની કહ્યાં હતા
પોરબંદરના માધવપુરમાં પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના લગ્નનો ઉલ્લેખ કરવાને બદલે રુક્મિણીજીની જગ્યાએ સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો. પાટીલે જણાવ્યું હતું કે ‘ભૂતકાળમાં આપણે મહાભારતમાં શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીના હરણનો પ્રસંગ, કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન કેવી રીતે થયા હતા એ વાંચી કલ્પના કરી હતી, શ્રીકૃણને સુભદ્રાજીએ પત્ર લખ્યો, સુભદ્રાના વિવાહ થયા એ મહાભારત સિરિયલમાં જોયું. આજે શ્રીકૃષ્ણના સુભદ્રા સાથેના વિવાહના સ્થળ પર છીએ’ એવું પ્રવચન ચાલુ હતું.

અન્ય સમાચારો પણ છે...