દેખાવો:વડોદરામાં સી.આર.પાટીલ સામે વિરોધ પ્રદર્શન કરનાર AAPના કાર્યકરોની અટકાયત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતમાં આપની મહિલાઓ સાથે થયેલા અત્યાચારનો વિરોધ કરાયો હતો. - Divya Bhaskar
સુરતમાં આપની મહિલાઓ સાથે થયેલા અત્યાચારનો વિરોધ કરાયો હતો.
  • સુરતમાં ભાજપ સરકાર દ્વારા કરાયેલા અત્યાચારનો વિરોધ

ગુજરાત સ્થાપના દિવસના રોજ સુરતમાં આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી વડોદરામાં AAP કાર્યકરો દ્વારા આજે સી.આર.પાટીલ સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દરમિયાન વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સામે નારેબાજી કરાઈ હતી
ભાજપ પ્રદેશ પ્રમુખ સામે નારેબાજી કરાઈ હતી

પ્રદર્શન કરાયું
આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ વિરેન રામીએ જણાવ્યું હતું કે, સુરતમાં ભાજપ સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો, પુરુષોને માર મારવામાં આવ્યો તથા મહિલાઓના કપડાં ફાડવામાં આવ્યા હતા. આ અત્યાચાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી, વડોદરા દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વિરુદ્ધ વડોદરા ડેરી ડેન સર્કલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિરોધ પ્રદર્શન કરતાં આપના નેતા અને કાર્યકરોની અટકાયત પોલીસે કરી હતી
વિરોધ પ્રદર્શન કરતાં આપના નેતા અને કાર્યકરોની અટકાયત પોલીસે કરી હતી

નારેબાજી કરાઈ
આપના નેતાઓ અને કાર્યકરો દ્વારા દેખાવો કરવાની સાથે સાથે નારેબાજી કરાઈ હતી. આ દરમિયાન પોલીસ આવી પહોંચી હતી અને આમ આદમી પાર્ટી વડોદરાના શહેરના પ્રમુખ સહીત અન્ય પદાધિકારી તથા મહિલા પદાધિકારીની અટકાયત કરવામાં આવી હતી.