તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:મહિલાની છેડતી કરનારા 2 વ્યાજખોરની અટકાયત, 7 લાખની સામે 22 લાખ વસૂલી લીધા હતા

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • આજવા રોડના પરિવારની કાર પણ લઈ લીધી હતી

આજવા રોડ પર રહેતા પરિવાર પાસેથી 7 લાખની સામે 22 લાખ વસૂલ કરી મહિલાની છેડતી કરનાર 2 વ્યાજખોરોને બાપોદ પોલીસે ઝડપી પાડ્યા છે.આજવા રોડ પર રહેતા પરિવારે વર્ષ 2019માં માતાનું ઓપરેશન અને ધંધા માટે પાણીગેટના માસુમ ચેમ્બર્સમાં રહેતા હુસેન મનસુખભાઈ રેડિયેટરવાલા પાસેથી ટુકડે-ટુકડે 7 લાખ લીધા હતા. જેની સામે પરિવારે 22 લાખ આપ્યા હતા છતાં લોકડાઉનમાં હુસેને કાર લઈ જઈ ટીટીઓ ફોર્મ પર સહી કરાવી હતી. જોકે ત્યારબાદ તેણે ગાડી વેચી દીધી હતી.

ગત ૨જી તારીખે હુસેન અને મુસ્તુફા તેના ઘરે ગયા હતા અને ત્યાં પરિવારની મહિલા સાથે વાતચીત કરતા કરતા તેનો હાથ પકડ્યો હતો. જો પૈસા નહીં આપે તો વસૂલ કરતા આવડે છે તેમ કહી મહિલાને બેડરૂમ તરફ ખેંચી ગયો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા તેનો પતિ ત્યાં દોડી આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે છેડતીનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે હુસેન મન્સૂર રેડીએટરવાલા અને સરદાર એસ્ટેટ પાછળ શબિના પાર્કમાં રહેતા મુસ્તુફા મહંમદ અમરેલીવાલાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો