ક્રાઇમ:કુખ્યાત અનિલ ઉર્ફે એન્થોનીની પાસામાં અટકાયત

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુકેશ હરજાણી મર્ડર કેસમાં સંડોવાયેલ કુખ્યાત અનિલ ઉર્ફે એન્થની ગંગવાણી ને રાવપુરા પોલીસે પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલી દીધો હતો ઉલ્લેખનીય છે કે ગત ૧૪ મે ની મોડી રાત્રે અનિલ ઉર્ફે એન્થોની એસએસજી હોસ્પિટલમાં પાંચમા માળે વોર્ડ નંબર-3 ના બેડ સાથે બાંધેલી હથકડી ખેંચીને પોલીસ સાથે ઝપાઝપી કરી ફરાર થઈ ગયો હતો . જો કે ફરાર થવાના આઠ કલાકમાં જ તે ઝાલોદ થી ઝડપાયો હતો. કુખ્યાત અનિલ ઉર્ફે એન્થોની ગેંગસ્ટર મૂકેશ હરજાણીના મર્ડર કેસમાં સંડોવાયેલો હતો તથા આણંદના કોર્પોરેટર અલ્પેશ ચાકા ના મર્ડર કેસમાં પણ તે સંડોવાયેલો હતો.તેની સામે મર્ડર તથા હત્યાની કોશિશ સહિતના 14 ગંભીર ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...