કામગીરી:ભાજપના નેતાનું જક્કી વલણ છતાં મેયરે શેડને તોડી પડાવ્યો

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સત્તા પક્ષના નેતાએ તંત્રને રોકતાં મેયર સાથે તૂ તૂ મૈં મૈં થઈ હતી

તરસાલીમાં રોડ રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ દબાણોનો સફાયો કરતી વેળાએ સરકારી જગ્યામાં ઉભો કરાયેલો શેડ આખરે પાલિકાએ દૂર કર્યો છે. શુક્રવારે રૂલિંગ પાર્ટીના નેતાએ લારી અને શેડને હટાવવાની ના પાડી હતી. જેના પગલે મેયર અને રુલિંગ પાર્ટીના નેતા વચ્ચે રકઝક થઈ હતી.શુક્રવારે પાલિકાની દબાણ સહકારની ટીમ તરસાલીમાં ત્રાટકી હતી. જેમાં તરસાલી તળાવ સામે અને સ્વામિનારાયણ મંદિરની આગળના ભાગે સરકારી જગ્યામાં ઊભા કરવામાં આવેલો શેડ અને લારીને હટાવવા જતા પાલિકામાં રુલિંગ પાર્ટીના નેતા અલ્પેશ લીંબાચીયા તેને હટાવવાની તંત્રને ના પાડી હતી.

જોકે આ સમયે ત્યાં હાજર મેયર કેયુર રોકડિયા સરકારી જગ્યામાં હોવાથી લારી અને શેડને હટાવી લેવાની સૂચના આપતા જ મેયર અને રૂલિંગ પાર્ટીના નેતા વચ્ચે જાહેરમાં તૂ તૂ મૈં મૈં થઈ હતી. જોકે તે સમયે માત્ર લારીને હટાવી લેવા શેડને જાતે દૂર કરી લેવા મુદત અપાઈ હતી. પરંતુ શનિવારે પાલિકાની દબાણ શાખાની ટીમ ફરીથી તરસાલી વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં શેડ નહીં હતાવતા તેને તોડી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...