• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Despite The State Government's Order To Increase Vaccination, Vaccination In The City Decreased, 12334 People Were Vaccinated On Monday, 100 Per Cent Vaccination Was Done In 43 Villages.

કોરોના વડોદરા LIVE:રાજ્ય સરકારનો વેક્સિનેશન વધારવાનો આદેશ છતાં શહેરમાં વેક્સિનેશન ઘટ્યુ, સોમવારે 12334 લોકોએ રસી લીધી, 43 ગામડામાં 100 ટકા વેક્સિનેશન થયું

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અત્યાર સુધી કુલ 70910 દર્દીઓ પોઝિટિવ થયા, જે પૈકી 71260 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 71,910 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,260 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ એક્ટિવ કેસ 27 થયા છે.

સયાજી-ગોત્રી હોસ્પિટલમાં 6 દર્દી સારવાર હેઠળ
સોમવારે શહેરના પશ્ચિમ ઝોનના દિવાળીપુરા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં કોરોનાના એક-એક કેસ અને ઉંડેરામાં એક કેસ સહિત શહેર-જિલ્લામાં કુલ 3 કેસ નોંધાયા હતા. જ્યારે બીજી તરફ સારવાર લઇ રહેલા 3 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં હતા. હાલમાં વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના 27 એક્ટિવ દર્દીઓ છે. જે પૈકીના 2ને ઓક્સિજન પર અને એકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. હાલમાં શહેરમાં 29 ક્વોરન્ટાઇન છે. સયાજી અને ગોત્રી બંને હોસ્પિટલમાં કોરોનાના 6 દર્દી સારવાર લઇ રહ્યાં છે. હાલમાં 41થી 50 વર્ષના વયજૂથમાં સૌથી વધુ 4 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. અત્યાર સુધી 70910 દર્દીઓ કોરોના પોઝિટિવ થયા છે જે પૈકી 71260 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.

સોમવારે 12334 લોકોએ રસી મૂકાવી
રાજ્ય સરકાર દ્વારા રસીકરણ વધારવા માટે અને સેકન્ડ અને પ્રાયોરિટી આપવા માટે સૂચના આપવામાં આવી છે, પરંતુ, વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા રસીકરણમાં રસીકરણના કોલ આંકડામાં પણ ધરખમ ઘટાડો જોવા મળે છે સોમવારે થયેલા રસીકરણમાં 12334 લોકોએ રસી મૂકાવી હતી જે પૈકી 50 ટકા જેટલા 18 વર્ષથી ઉપરના વય જૂથના લોકો એ પ્રથમ ડોઝ મૂકાવ્યો હતો આ મુજબ બીજો ડોઝે નાની સંખ્યા નજીવી રહી હતી. બીજી તરફ વડોદરા જિલ્લાના 43 ગામોમાં 100 ટકા વેક્સિનેશન થઇ ગયું છે.

18 વર્ષથી ઉપરના 6236 લોકોએ પ્રથમ ડોઝ લીધો
સોમવારે પહેલા રસીકરણમાં 18 વર્ષથી ઉપરના 6236 લોકોએ પ્રથમ ડોઝ અને તે 1305 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 45 વર્ષથી ઉપરના 1962 લોકોએ પ્રથમ ડોઝ અને 875 લોકોએ બીજો લીધો હતો 60 વર્ષથી ઉપરના 449 લોકોએ પ્રથમ ડોઝ અને 1962 લોકોએ બીજો ડોઝ લીધો હતો. રસીકરણના આંકડા કેમ ઘટી રહ્યા છે તે અંગે આરોગ્ય વિભાગ પાસે કોઈ ચોક્કસ કારણ નથી એક બાજુ આરોગ્ય વિભાગ કહે છે કે 95 ટકા ઉપરાંત લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે તેમ છતાં રોજ પ્રથમ ડોઝ લેનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

મ્યુકોરમાઇકોસિસના વધુ 4 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં સોમવારે મ્યુકોરમાઇકોસિસના સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં વધુ 4 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 29 ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. બીજી તરફ સારવાર લઈ રહેલા 5 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગોત્રી હોસ્પિટલમાં દાખલ 1 દર્દીની બાયોપ્સીને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવી છે. બંને હોસ્પિટલમાંથી 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,754 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,907 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9662 પશ્ચિમ ઝોનમાં 11,921, ઉત્તર ઝોનમાં 11,769, દક્ષિણ ઝોનમાં 11,768, વડોદરા ગ્રામ્યમાં 26,751 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સોમવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
દિવાળીપુરા, વાઘોડિયા રોડ

ગ્રામ્યઃ ઉંડેરા.

અન્ય સમાચારો પણ છે...