તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ અસંગઠન:શિખામણ છતાં મીટિંગની વાત બહાર ગઇ

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયીની બેઠકના એક દિવસ પૂર્વે સંકલનમાં સભ્યોનો ક્લાસ
  • મેયર-પ્રમુખ વચ્ચેની મડાગાંઠ ઉકેલવા પ્રદેશ મહામંત્રી મેદાનમાં

શહેર ભાજપ સંગઠન અને મેયર વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ ઉકેલવા માટે પ્રદેશ ભાજપ મહામંત્રીને મેદાનમાં ઉતરવું પડ્યું છે. પ્રથમ વખત સ્થાયી સમિતિના એજન્ડા પર ચર્ચા કરવા માટે ચોવીસ કલાક અગાઉ ભાજપ કાર્યાલય ખાતે સંકલનની ખાસ બેઠક બોલાવી મહામંત્રીએ દોઢ કલાક સુધી સમિતિના સભ્યોને શિસ્તના પાઠ ભણાવ્યા હતા.

પાલિકાના શાસક પાંખના કેટલાક આગેવાનો અને શહેર સંગઠન કેટલાક સમયથી તાલમેલ ચાલી રહ્યો નથી અને તેમાં પણ દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકના એજન્ડા પર ચર્ચા કરવા માટે ભાજપ કાર્યાલય ખાતે સંકલન સમિતિની બેઠક મળતી હોય છે.જોકે છેલ્લી ત્રણ સંકલન સમિતિ થી મેયર કોઈને કોઈ કારણોસર હાજર રહ્યા નથી અને એજન્ડા પર કોણ દરખાસ્ત વાંચશે તે અંગે આદેશ આવતાં તે અંગે પણ વિવાદ સર્જાયો હતો.

આ સંજોગોમાં, વડોદરાનો ખાસ હવાલો ધરાવતા એવા ભાજપના મધ્ય ગુજરાત ના મહામંત્રી ભાર્ગવ ભટ્ટે ભાજપ વરચે ચાલી રહેલી અસંતોષની જવાળા ને ઠારવાનું સુકાન લીધું હતું.ભાજપ મહામંત્રી ભાર્ગવ ઘટે મનુભાઇ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ના બંધબારણે સંકલન સમિતિની બેઠક ગુરુવારે બપોરે ત્રણ વાગે બોલાવી હતી અને તેમાં ત્રણ જેટલા સ્થાયી સમિતિના સભ્યો હાજર રહ્યા ન હતા.જોકે,ત્રણ વખતથી ગેરહાજર રહેતા મેયર અને શહેર પ્રમુખની વચ્ચે ભાર્ગવ ભટ્ટે બેઠક લીધી હતી.

આ બેઠકની શરુઆતમાં વડોદરા માં શું ચાલી રહ્યું છે તેની પ્રાસંગિક ચર્ચા કરવામાં આવી હતી અને ઔપચારિક ચર્ચા બાદ ભાર્ગવભાઈએ શિસ્તના પાઠ ના વર્ગો શરૂ કર્યા હતા અને સંકલન સમિતિની ચર્ચા મીડિયા સુધી જવી જોઈએ નહીં તેવી ખાસ ટકોર કરી હતી અને સ્થાયીના નિર્ણયો અંગે મીડિયા સાથે અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલ જ વાત કરશે તેવો આડકતરો આદેશ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પહેલીવાર સ્થાયી સમિતિની બેઠક ના24 કલાક પહેલા સંકલનની બેઠક બોલાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...