• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Despite Testing A Record breaking 2459 People In The Last 3 Months, Only 2 Cases Of Corona Were Reported, The City Will Not Get Covishield Vaccine Today.

કોરોના વડોદરા LIVE:છેલ્લા 3 મહિનાનું રેકોર્ડબ્રેક 2459 લોકોનું ટેસ્ટિંગ છતાં કોરોનાના માત્ર 2 કેસ જ નોંધાયા, આજે શહેરમાં કોવિશિલ્ડ રસી નહીં મળે

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં ક્વોરન્ટીન થયેલા લોકોની સંખ્યા 33 પર પહોંચી ગઇ છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,074 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,430 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. શનિવારે છેલ્લા સાડા ત્રણ મહિનાના રેકોર્ડ બ્રેક 2459 ટેસ્ટિંગ કરવા છતાં વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના માત્ર 2 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. શુક્રવારે 1203 અને ગુરુવારે 1079 ટેસ્ટિંગ કરતા પણ આ ટેસ્ટિંગ વધુ હતું. છેલ્લે 16 જૂને 2231 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સતત ટેસ્ટિંગમાં ઘટાડો થતો જતો હતો.

એક જ દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે
શહેરમાં એક્ટિવ દર્દીની સંખ્યા 21 છે અને એક જ દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી શહેર-જિલ્લામાં કોરોનાને લીધે સત્તાવાર 623 લોકોના મોત થઇ ચૂક્યા છે. શનિવારે 4 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં ક્વોરન્ટીન થયેલા લોકોની સંખ્યા 33 પર પહોંચી ગઇ છે.

આજે કોવિશિલ્ડ નહીં મળે
કેન્દ્ર સરકાર દ્વારા રસીનો જથ્થો આપવામાં નહીં આવતા શનિવારે માત્ર 1903 લોકોનું રસીકરણ શક્ય બન્યું હતું. આ સાથે રવિવારે પણ જતો નહીં આવે તેવી જાણ કરાતા કોવિશિલ્ડ વગર રવિવારે રસીકરણ થશે જે રસીકરણ ગણ્યા ગાંઠ્યા લોકોનું થાય તેવું જણાય છે. શનિવારે શહેરમાં યોજાયેલા રસીકરણમાં સૌથી વધારે 18 વર્ષથી ઉપરના 1053 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. જ્યારે શહેરમાં કુલ 54.60% લોકો બે ડોઝ સાથે ફુલ્લી વેક્સિનેટેડ થયા છે. જોકે, બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 10 દિવસથી રસીનો જથ્થો પુરતા પ્રમાણમાં આપવામાં આવતો નથી. જેને પગલે રસીકરણની સંખ્યા ઘટી રહી છે તેમ જ પ્રથમ ડોઝ લેનાર 85 ટકાથી વધીને 100 ટકા થવામાં પણ વિલંબ થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ કોવેક્સિનનો જથ્થો હોવા છતાં પણ લોકો તે લેતા નથી.

કુલ રસીકરણ : 2195602 આજનો રસીકરણ : 1903 પ્રથમ ડોઝ:1346473 85.65% બીજો ડોઝ :858443 54.60%

કોલેરાનો એક કેસ નોંધાતા પાલિકા દોડતું થયું
વડોદરા શહેરમાં રોગચાળો બેકાબૂ બનતા તંત્રની ચિંતા વધી છે. શહેરમાં શનિવારે ડેન્ગ્યુના 33 કેસ અને ચિકનગુનિયાના 10 કેસ નોંધાયા હતા. જ્યારે તાવના 600 કેસ અને ઝાડા ઉલટીના 72 કેસ નોંધાયા હતા. શનિવારે ગાજરાવાડી વિસ્તારમાં એક કોલેરાનો કેસ સામે આવતા પાલિકાની ટીમ દોડતી થઈ હતી. જ્યારે એક કેસ કમળાનો નોંધાયો છે.

ડેન્ગ્યુના કેસનો કુલ આંકડો વધી 1547 પર પહોંચ્યો
શનિવારે પાલિકાના ચોપડે 121 નમૂનાઓ પૈકી 33 નમૂનાઓમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવતા ડેન્ગ્યુના કેસનો કુલ આંકડો વધી 1547 પર પહોંચ્યો છે. જ્યારે પાલિકાએ લીધેલા 78 નમૂનાઓમાંથી 10 નમૂનાઓ ચિકનગુનિયાના પોઝિટિવ આવતા તેમની સારવાર શરૂ કરાઇ છે. અત્યાર સુધીમાં ચિકનગુનિયાના કુલ કેસ વધીને 869 થયા છે. શહેરમાં પાલિકાની ટીમોએ 27,930 મકાનોમાં તપાસ કરતાં ત્યાંથી 466 લોકોને તાવ આવતો હોવાનું નિદાન થયું છે. જ્યારે પાલિકાએ 17,814 મકાનોમાં સર્વે કર્યો હતો. જેમાં ઝાડા-ઊલટીના કુલ 27 અને તાવ આવતા હોવાની 154 ફરિયાદો મળી છે. જો કે શંકાસ્પદ લાગતા 657 લોકોના લોહીના નમૂના લઇ તેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,052 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,995, ઉત્તર ઝોનમાં 11,793, દક્ષિણ ઝોનમાં 11,799, વડોદરા ગ્રામ્યમાં 26,771 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

શનિવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
માંજલપુર, મકરપુરા.

અન્ય સમાચારો પણ છે...