તંત્ર બેદરકાર:વડોદરામાં દિવસભરમાં માત્ર અડધો ઇંચ વરસાદ છતાં ઉભરાતી ગટરો અને ઠેરઠેર પાણી

વડોદરા2 મહિનો પહેલા
અલકાપુરી ગરનાળા પાસે વરસાદી પાણીથી ગટર ઉભરાઇ. - Divya Bhaskar
અલકાપુરી ગરનાળા પાસે વરસાદી પાણીથી ગટર ઉભરાઇ.

શહેરમાં દિવસભરમાં માત્ર અડધો ઇંચ વરસાદ પડ્યો છે. પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડની સાઇડમાં પાણી ભરાયેલા રહ્યો છે. તો સાંજે રેલવે સ્ટેશન પાસે અલકાપુરી ગરનાળા નજીક ગટર ઉભરાતી જોવા મળી છે. તેમજ વરસાદી પાણી તેમાંથી વહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં રાત્રે પણ વરસાદી ઝાપટા જારી છે.

અડધો ઇંચ વરસાદમાં પણ ગટર ઉભરાઇ
વડોદરા શહેરમાં શનિવાર મોડી રાતથી વરસાદના હળવા-ભારે ઝાપટા પડી રહ્યા છે. જેમાં વડોદરા પૂર નિયંત્રણ શાખા દ્વારા અપાયેલ આંકડાઓ અનુસાર રવિવાર સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં શહેરમાં માત્ર અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં રોડની સાઇડમાં પાણી ભરાયેલા રહ્યા છે. ત્યારે બીજી તરફ મોડી સાંજે પણ રેલવે સ્ટેશન પાસે અલકાપુરી ગરનાળાની બહાર નિકળતા જ વરસાદી પાણીથી ગટર ઉભરાતી નજરે પડી હતી.

કાલાઘોડા સર્કલથી ફતેગંજ તરફ રોડ સાઇડમાં વરસાદી પાણીનો ભરાવો.
કાલાઘોડા સર્કલથી ફતેગંજ તરફ રોડ સાઇડમાં વરસાદી પાણીનો ભરાવો.

ઉચ્ચ અધિકારીઓના આવાસ તરફના રોડ પર કફોડી સ્થિતિ
આમ શહેરમાં એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરી હોવાની વાતો થઇ રહી છે. તો બીજી તરફ સામાન્ય વરસાદમાં પણ અલકાપુરી રોડ પર કે જ્યાં થોડે આગળ જતાં સર્કિટ હાઉસ, કલેક્ટર બંગલો, પોલીસ કમિશ્નરનો બંગલો આવે તે રોડ પર વરસાદી પાણીથી ગટર ઉભરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...