ફરિયાદ:લોન ભરી દીધી હોવા છતાં ફોટો વાઇરલ કરવાની ધમકી આપી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીલ-ચાપડ રોડના યુવકે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી, 10 દિવસમાં વ્યાજ સાથે 6 હજાર ભર્યા હતા

સોશિયલ મીડિયા પરથી ઓનલાઈન લોન લીધા બાદ યુવકે પરત કર્યા પછી પણ અજાણ્યા નંબર પરથી ધમકી મળી રહી હતી. અજાણ્યા નંબર પરથી જણાવાતું હતું કે, તેના ફોટા સાથે ચેડાં કરીને તે તેના મિત્રો અને સંબંધીઓને મોકલી દેવામાં આવશે. બીલ-ચાપડ રોડ પર રહેતા પ્રશાંત રોહિતકુમાર જગનાથ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. દોઢ મહિના પહેલાં પ્રશાંતની તબિયત બગડતાં પૈસાની જરૂર પડી હતી, જેથી તેણે સોશિયલ મીડિયા મારફતે કેશબસન્યુ નામની એપ્લિકેશન પર ડોક્યૂમેન્ટ જમા કરાવી 5 હજારની લોન લીધી હતી, જે 10 દિવસમાં ભરવાની હતી.

વ્યાજ સાથે 10 દિવસમાં 6 હજાર ભરી દીધા હતા. ત્યારબાદ રિપેમેન્ટ માટે વોટ્સએપ પર તેને ફોન આવતા હતા કે, જો તમે લોનના પૈસા નહીં ભરો તો તમારા ફોટા બિભત્સ રીતે એડિટ કરીને સંબંધી અને મિત્રોને મોકલી દઈશ, વાંરવાર ધમકીના ફોન આવતા અલગ યુપીઆઈના આઈડી મોકલીને પૈસા ભરવા બાબતે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી પ્રશાંતે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...