તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના મેયર જ બેજવાબદાર:4 દિવસથી કોરોનાનાં લક્ષણો છતાં શહિદ દિને કાર્યક્રમમાં ગયા, પાલિકામાં પણ લોકોને મળ્યાં

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
23 માર્ચ, શહિદ દિન કાર્યક્રમ - Divya Bhaskar
23 માર્ચ, શહિદ દિન કાર્યક્રમ

શહેરમાં કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. ગુરુવારે મેયર કેયૂર રોકડિયા સહિત 163 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન 14 દર્દીના મોત થયા હતા. મેયરે 20મીએ પીપીઇ કીટમાં સજ્જ થઇને ગોત્રી હોસ્પટલના કોરોના વોર્ડની મુલાકાત લીધી હતી.

ત્યાર બાદ ભાજપની મિટિંગમાં હાજર રહ્યા હતા. બીજા દિવસથી તેમણે કોરોનાના લક્ષણો દેખાતા હોવા છતાં 23મીએ શહીદ દીને યોજાયેલા પુષ્પાંજલિના જાહર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જયાં અનેક પદાધિકારોની ભીડ હતી. આ જ દિવસે તેમણે જાહેરાત કરી હતી કે પાલિકાની ઓફિસમાં હવે 10 દિવસ સુધી મુલાકાતીઓને નહીં મળે છતાં 2 દિવસમાં અનેક લોકોને મળીને કોરોનાની ગંભીરતાને અવગણીને બેજવાબદારી ભર્યુ વલણ અપનાવ્યું હતું.

સોશિયલ મીડિયા પર જાતે જ પોસ્ટ મૂકી, ‘મને ત્રણ ચાર દિવસથી કોરોનાનાં પ્રારંભિક લક્ષણો દેખાતાં હતાં, ટેસ્ટ કરાવ્યો, પોઝિટિવ આ​​વ્યો છે’
મેયરે ગુરુવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે ‘મને ત્રણ ચાર દિવસથી કોરોનાના પ્રારંભિક લક્ષણો દેખાતા હતાં, ટેસ્ટ કરાવ્યો પોઝિટિવ આવ્યો છે’. જેને લઇને તમના સંપર્કમાં આવેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના નવા 163 કેસો આવ્યા હતા. શહેરના જુદા જુદા 30 વિસ્તારોમાં 143 અને 9 ગામડાઓમાં 20 કેસ નોંધાયા હતા. જ્યારે શહેર-જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન 14નાં મોત નિપજ્યાં હતાં. જેમાંથી ગોત્રી હોસ્પિટલમાં જ 7નાં મોત થયા હોવાનું જાણવા મળે છે. માંજલપુરના 78 વર્ષીય વૃદ્ધા અને સુભાનપુરાના વણકરવાસના 67 વર્ષના વૃદ્ધનું કોરોનામાં મોત નિપજ્યું હતું. કોરોનાનો બીજો વેવ ચાલે છે ત્યારે ઉત્તર ઝોનમાં 41, પશ્ચિમ ઝોનમાં 40, દક્ષિણ ઝોનમાં 34 અને પૂર્વ ઝોનમાં સૌથી ઓછા 28 પોઝિટિવ કેસો આવ્યા હતા. ગુરુવારે 88 લોકોને ડિસ્ચાર્જ અપાયો હતો. આજ દિન સુધી સાજા થયેલા કુલ દર્દીઓનો આંક 25,508 પર પહોંચ્યો છે. ઘરમાં સારવાર લઇ રહ્યાં હોય એટલે કે હોમ બે્ઝ્ડ કોવિડ કેર માટે સંજીવની અભિયાનનો પ્રારંભ કોરોના ઓએસડી ડો. વિનોદ રાવે એસએસજી હોસ્પિટલ ખાતે કર્યો હતો. આ અભિયાન અંતર્ગત 102 ટીમો તૈયાર કરવામાં આવી છે. મેયર સંક્રમિત થતા હવે 30મીથી શરૂ થતી બજેટ સભાના અધ્યક્ષ પદ ડેપ્યુટી મેયર ના વડપણ હેઠળ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો