તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Despite Being Only 5 Km Away From Vadodara, Ankodia Village Faced The Challenge Of Releasing Korona, Set Up A 10 bed Isolation Center In The Village Itself.

કોરોના મુક્ત ગામ:વડોદરાથી માત્ર 5 કિમી દૂર હોવા છતાં અંકોડિયા ગામે કોરોના મુક્ત કરવાનો પડકાર ઝીલ્યો, ગામમાં જ 10 બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર કર્યું

વડોદરા4 મહિનો પહેલા
લોક જાગૃતિ વધારવાના વિવિધ ઉપાયોથી બીજા વેવમાં ગામમાં કોરોનાનો ચેપ નિયંત્રિત રાખી શકાયો છે
  • ગ્રામજનોએ અમારૂ અંકોડિયા કોરોના મુક્ત અંકોડીયા અભિયાન કરીને ગામને કોરોના મુક્ત કર્યું
  • ગામની પ્રાથમિક શાળામાં લોક સહયોગથી 10 પથારીનું આઇસોલેસન સેન્ટર શરૂ કરવાની પ્રેરક પહેલ કરી
  • લોક જાગૃતિ વધારવાના વિવિધ ઉપાયોથી બીજા વેવમાં ગામમાં કોરોનાનો ચેપ નિયંત્રિત રાખી શકાયો છે
  • દાતા ઘનશ્યામભાઈએ ગામના સરકારી દવાખાનાને 7 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ ભેટમાં આપી છે

વડોદરા શહેરથી માત્ર પાંચેક કિ.મી. દૂર આવેલા વડોદરા તાલુકાના અંકોડિયા ગામે મારૂ ગામ કોરોનામુક્ત ગામના પડકારને સાચા અર્થમાં ઝીલી શહેરની નજીક હોવા છતાં ગામમાં કોરોનાનો પગપેસારો અટકાવવામાં સફળતા મેળવી છે. અંદાજે 4600ની વસ્તી ધરાવતા ગામના સરપંચ ઉલ્પેશભાઇ પટેલે કહે છે કે, કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ગ્રામજનોની સ્વયં શિસ્ત અને ચુસ્ત અનુશાસન પાલનને કારણે ગામમાં કોરોના સંક્રમણને અટકાવી શકાયું છે. હાલ ગામમાં પાંચેક જેટલા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ છે, જેઓ હોમ ક્વોરન્ટીન થઇને સારવાર મેળવી રહ્યા છે.

સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેશન સેન્ટરમાં સારવાર અપાશે
તેઓએ જણાવ્યું કે મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ ગામની પ્રાથમિક શાળામાં 10 પથારીનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે દર્દીઓને કોરોનાના સામાન્ય લક્ષણો જણાય અને જેઓને ઘરે આઇસોલેશનની સુવિધાના હોય એવા દર્દીઓને આ સેન્ટરમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે, જેથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.

ગ્રામજનોએ અમારૂ અંકોડિયા કોરોના મુક્ત અંકોડીયા અભિયાન કરીને ગામને કોરોના મુક્ત કર્યું
ગ્રામજનોએ અમારૂ અંકોડિયા કોરોના મુક્ત અંકોડીયા અભિયાન કરીને ગામને કોરોના મુક્ત કર્યું

ચા, નાસ્તો તેમજ સવાર સાંજ જમવાની સુચારૂ વ્યવસ્થા કરાઇ
આ સેન્ટરમાં દર્દીઓને લોક સહયોગથી ચા, નાસ્તો તેમજ સવાર સાંજ જમવાની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. નજીકના કોયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફતે આવા દર્દીઓની સારવાર કરવામાં આવશે. ગામમાં આવેલા સબ સેન્ટર મારફત પણ દર્દીઓની યોગ્ય કાળજી લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગામની પ્રાથમિક શાળામાં લોક સહયોગથી 10 પથારીનું આઇસોલેસન સેન્ટર શરૂ કરવાની પ્રેરક પહેલ કરી
ગામની પ્રાથમિક શાળામાં લોક સહયોગથી 10 પથારીનું આઇસોલેસન સેન્ટર શરૂ કરવાની પ્રેરક પહેલ કરી

ગામમાં 28 જેટલા CCTV દ્વારા નજર રાખવામાં આવી રહી છે
ઉલ્પેશભાઈ કહે છે કે, ગ્રામજનોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ વારંવાર હાથ ધોવા અંગેની સમજ આપવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં 28 જેટલા CCTV દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જો માસ્ક પહેર્યા વગર કોઈ જણાય તો પહેલા માસ્ક પહેરવાની વિનંતી કરવામાં આવે છે. તેમ છતાં કોઈ નિયમ ભંગ કરે તો પંચાયત દ્વારા 200 રૂપિયાનો દંડ કરવામાં આવે છે.

માસ્ક પહેર્યા વગર કોઈ જણાય તો પહેલા માસ્ક પહેરવાની વિનંતી કરવામાં આવે છે. તેમ છતાં કોઈ નિયમ ભંગ કરે તો પંચાયત દ્વારા 200 રૂપિયાનો દંડ કરવામાં આવે છે
માસ્ક પહેર્યા વગર કોઈ જણાય તો પહેલા માસ્ક પહેરવાની વિનંતી કરવામાં આવે છે. તેમ છતાં કોઈ નિયમ ભંગ કરે તો પંચાયત દ્વારા 200 રૂપિયાનો દંડ કરવામાં આવે છે

જનજાગૃતિ ઉભી કરવાની સાથે માસ્ક, સેનિટાઇઝરનું વિતરણ કરાયું
કોરોનાથી બચવા ગ્રામજનોમાં વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા સાથે ગામમાં માસ્ક, સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલુ જ નહીં ગામમાં યુવાનોની કોરોના વોરિયર ટીમ પણ બનાવવામાં આવી છે. કોરોના સંક્રમણને અટકાવવામાં ગ્રામજનોનો પણ સહયોગ મળી રહ્યો છે, જેને પરિણામે કોરોનાની બીજી લહેરમાં ગામમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકાયું છે.

સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેશન સેન્ટરમાં સારવાર અપાશે
સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેશન સેન્ટરમાં સારવાર અપાશે

દાતાએ ગામના સરકારી દવાખાનાને 7 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ ભેટમાં આપી
ગામના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા કોયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 7 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સની દર્દીઓની વધુ સેવા સારવાર માટે ભેટ આપવામાં આવી છે. ગ્રામ્ય જનશક્તિના સહયોગથી કોરોના ફેલાતો અટકાવી શકાય છે, તેનું પ્રેરક ઉદાહરણ અંકોડિયા ગામે પુરૂ પાડ્યું છે.

દાતાએ ગામના સરકારી દવાખાનાને 7 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ ભેટમાં આપી છે
દાતાએ ગામના સરકારી દવાખાનાને 7 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ ભેટમાં આપી છે