તપાસ:કોરોના હોવા છતાં પુત્રવધૂએ હૈદરાબાદથી આવી ચેપ લગાડયો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રવધૂ ત્રાસ આપતી હાેવાની સસરાની ફરિયાદ

શહેરના જુના પાદરા રોડ પર રહેતા વૃદ્ધે તેની પુત્રવધુ તેના માતા પિતાની સાથે મળીને તેમની પર ત્રાસ ગુજારતી હોવા બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધે આરોપ લગાવ્યો હતો કે તેની પુત્રવધુને કોરોના થયો હોવા છતાં તે તેના બે બાળકોને લઇને હૈદરાબાદથી વડોદરા આવી હતી અને તેથી તેમના પુત્ર અને પત્નીને કોરોના થયો હતો. જુના પાદરા રોડ પર રહેતા 65 વર્ષીય વૃદ્ધે હૈદરાબાદમાં રહેતી તેમની પુત્રવધુ અને તેના માતા પિતા સહિતના શખ્સો સામે પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેના મોટા પુત્ર સાથે સપના (નામ બદલ્યું છે) ના લગ્ન થયા હતા.

તેમના પુત્રને બે બાળકો છે. તેમની પુત્રવધુ તેના માતા પિતાની ચડમણીથી નાની નાની બાબતોમાં કંકાસ કરતી હતી અને મારા પપ્પાને તમે ઓળખતા નથી, લોહીના આંસુથી રોવડાવીશ હૈદરાબાદના નામચીન છે તેમ કહી વડોદરામાં જીવવું ભારે પડી જશે તેવી ધમકી આપી હતી. તેમના કહેવા મુજબ વૃદ્ધે 3.92 લાખ આપ્યા હતા અને 25 લાખ પણ આપ્યા હતા. છતાં તે અપમાનીત ભર્યું વર્તન કરતી હતી. અને ઘર છોડી દેવા તૈયાર થઇ જતી હતી.તેના પરિવારને વાત કરતાં તેમણે પણ પુત્રીને સમજાવવાના બદલે તમે દહેજની માંગ કરી છે તેમ કહી ખોટા આરોપ લગાવી ત્રાસ ગુજારતા તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...