જોખમ:દોઢ વર્ષમાં 121 પોલીસ ફરિયાદ છતાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત્

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકોટા વિસ્તારમાં રસ્તે રખડતાં ઢોરોથી રાહદારીઓ ત્રસ્ત થઈ ગયા છે. - Divya Bhaskar
અકોટા વિસ્તારમાં રસ્તે રખડતાં ઢોરોથી રાહદારીઓ ત્રસ્ત થઈ ગયા છે.
  • રખડતાં ઢોરથી વાહનચાલકો અને રાહદારીઓને જોખમ

શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વકરી રહી છે.ઢોર છુટા મૂકનારા પશુપાલકો સામે સરેરાશ દરરોજ એક પોલીસ ફરિયાદ નોંધાઇ રહી છે છતાં રખડતા ઢોર ની સમસ્યાને કાબૂમાં લેવા તંત્ર ઉણું ઉતર્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં શહેરમાં ઢોર છુટા મુકનારા સામે કોર્પોરેશન દ્વારા પોલીસમાં 121 ફરિયાદો કરવામાં આવી છે અને 20 લાખ કરતા વધુ રકમનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે છતાં રખડતા ઢોરની સમસ્યા હજુ પણ યથાવત જ રહી છે.

કોર્પોરેશનની ઢોર પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોર પકડવા નીકળે છે ત્યારે જે તે વિસ્તારમાં કેટલાક તત્વો બાઈક લઇ ને નીકળીને ઢોરને ભગાવે છે.જેના પગલે આ વિસ્તારમાં વાહનચાલકો અને રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાઇ જાય છે ઢોર પાર્ટી દ્વારા જે ઢોર પકડવામાં આવે છે તેમને ડબ્બા માં પૂર્યા બાદ જે તે ઢોરના માલિક પુરાવા સાથે ઢોર છોડાવવા માટે આવે છે તે સમયે પશુ માલિક નું નામ સરનામું જાહેર થઈ જતા કોર્પોરેશન દ્વારા પશુપાલક સામે પોલીસ માં ફરિયાદ નોંધાવામાં આવે છે.

કોર્પોરેશનના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ 2019 ના વર્ષમાં કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર ના પશુપાલકો સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં 91 જેટલી ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે 2020 માં ઓગસ્ટ માસ સુધીમાં 30 જેટલી ફરિયાદ પોલીસમાં કરાઇ છે.એપ્રિલ 2019 થી માર્ચ 2020 સુધીના ગાળામાં કોર્પોરેશને રખડતા ઢોર છુટા મૂકનાર પશુપાલકો પાસેથી 17 લાખનો દંડ વસૂલ્યો હતો ત્યારે એપ્રિલથી ઓગસ્ટ સુધીના ગાળામાં 3.23 લાખનો દંડ વસુલ કર્યો છે.

ઢોર પાર્ટીને અડચણની સામે વધુ એક ફરિયાદ
કોર્પોરેશનની ઢોર પાર્ટી બુધવારે રાત્રે ફતેગંજ પાણીની ટાંકી પાસે રખડતા ઢોર પકડવા ગઈ હતી તે સમયે એક શક્સ મોપેડ લઈને આવ્યો હતો અને ઢોર પાર્ટી ની ગાડી આગળ મોપેડ ઊભી કરી રસ્તો રોક્યા બાદ ગાયો ને ભગાડવા લાગ્યો હતો.ી જેથી ઢોર પાર્ટી ના ઇન્સ્પેક્ટરે અડચણ ઊભી કરનાર વામાભાઇ હમીરભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ઢોર પાર્ટી એ કીર્તિસ્તંભ પાસેથી બે રખડતા ઢોર પડ્યા હતા અને ખાસવાડી ઢોર ડબ્બામાં પૂરે હતા ત્યારબાદ આ ઢોર છોડાવવા માટે પશુ માલિક રબારી રામજીભાઈ ફૂલાભાઈ આવતાં તેમની સામે ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...