તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તાના કામોને મંજૂરી:નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરજણ અને શિનોર તાલુકાના રસ્તાના કામો માટે 11 કરોડની રકમ મંજૂર કરી

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરજણ અને શિનોર તાલુકાના રસ્તાના કામો માટે રૂ.11 કરોડની માતબર રકમ મંજૂર કરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકામાં રસ્તાના કામો માટે 11 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.

પાકા રસ્તા મળવા સાથે યાતાયાતની સુવિધાઓમાં વધારો થશે
જેમાં વીરજયથી કોટના રોડ, અભરાથી ચોરભુજ રોડ, નવા મોલેથા જુના મોલેથા રોડ, ઓઝથી શેરપુરા રોડ, લિલોડથી હનુમાન મંદિર રોડ, સિમલી કુક્સ રોડ અને હીરજીપૂરા એપ્રોચ કાચા રસ્તાને ડામર રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત નેશનલ હાઇવે નં-8થી ઓસલામ ચોરંદા રોડને પહોળો કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ રસ્તાઓના કામોથી ગ્રામજનોને પાકા રસ્તા મળવા સાથે યાતાયાતની સુવિધાઓમાં વધારો થશે અને વિકાસ તેજ ગતિથી આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...