તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ડિપ્રેશનમાં આવેલા આધેડની હાથની નસ કાપી આત્મહત્યા

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આત્મહત્યા પહેલાં આધેડે પિતાના રૂમને બહારથી બંધ કર્યો હતો
  • ઓલ્ડ પાદરા રોડ પર રહેતા આધેડે મૃત્યુ પહેલાં ડાયરીમાં લખ્યું Papa, bye bye love you, take care of my father

શહેરના ઓલ્ડ પાદરા રોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા આધેડે તેના મકાનમાં હાથની નસ કાપી મોતને વ્હાલું કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી પિતા સાથે રહેતા અને મહિનાઓથી ડિપ્રેશનમાં આવી ગયેલા આધેડે તેમની ડાયરીમાં Papa, bye bye love you, take care of my father લખીને આ પગલું ભર્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર ઓલ્ડ પાદરા રોડ પર આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં 42 વર્ષના સમીર શાહ રહેતા હતા. તેઓ પિતા બાલકૃષ્ણ શાહ સાથે રહેતા હતા. સમીરભાઈ ઘરેથી જ શેરબજારનું કામ કરતા હતા.

અગાઉ સમીરભાઈના લગ્ન થયા હતા પરંતુ તેઓના છૂટાછેડા થયા હતા. છેલ્લા પાંચ મહિનાથી સમીરભાઈ ડિપ્રેશનમાં હતા. રોજ તેઓ પિતા સાથે એક રૂમમાં જ સુઈ જતા હતા. પરંતુ રવિવારે મોડીરાત સુધી તેઓ પિતા સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ પિતા સુઈ જતાં રૂમનો દરવાજો બહારથી બંધ કરી બીજા રૂમમાં ગયા હતા. તદુપરાંત તેઓએ મકાનના બધા દરવાજા પણ અંદરથી બંધ કર્યા હતા.સવારે પિતા બાલકૃષ્ણભાઈએ રૂમનો દરવાજો બહારથી બંધ હોવાથી બુમાબુમ કરી હતી. જેના કારણે પાડોશીઓ તેમના ઘરે દોડી ગયા હતા.

પરંતુ અંદરથી દરવાજા બંધ હોવાથી તેઓ ખોલી શક્યા નહતા. જેથી તેઓએ પોલીસને જાણ કરતા ગોત્રી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે રૂમની બારીમાં તપાસ કરતા સમીરભાઈ બીજા રૂમમાં નીચે લોહીના ખાબોચિયામાં પડેલા હતા અને તેઓના ડાબા હાથની નસ કાપેલી હતી.પોલીસે સમીરભાઈના સંબંધીને બોલાવી પાછળનો દરવાજો તોડ્યો હતો અને મકાનમાં પ્રવેશ્યા હતા.

તેઓએ રૂમમાં બંધ બાલકૃષ્ણભાઈને બહાર કાઢી સમીરભાઈના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસે સમીરભાઈની ડાયરી ચેક કેરતા તેમાં લખાણ મળી આવ્યું હતું કે Papa, bye bye love you, take care of my father. પોલીસે બનાવના સંબંધમાં તપાસ હાથ ધરી વિવિધ લોકોની પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...