તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્ર વિયોગમાં પિતાની આત્મહત્યા:વડોદરામાં પુત્રના મૃત્યુ બાદ ડિપ્રેશનમાં આવી ગયેલા પિતાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો

વડોદરા2 મહિનો પહેલા
વડોદરામાં પુત્રના વિયોગમાં પિતાએ રેલવે-ટ્રેક પર ટ્રેન આગળ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી

વડોદરા શહેરની મકરપુરા GIDC પાસેથી પસાર થતાં રેલવે-ટ્રેક પર પુત્રના વિયોગમાં પિતાએ ટ્રેન ની​​​​​​ચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકના કપડામાંથી ડાયરી મળી આવી
આજે સવારે 9 વાગ્યાની આસપાસ મકરપુરા GIDC નજીકથી પસાર થતા રેલવે-ટ્રેક પરથી અજાણ્યા આધેડનો ટ્રેનની નીચે કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ માંજલપુર પોલીસને થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં રેલવે-ટ્રેક નજીક પાર્ક કરેલી બાઈક મળી આવી હતી તેમજ મૃતદેહના કપડામાંથી એક ડાયરી મળી આવી હતી, જેના આધારે મોતને ભેટનારી વ્યક્તિ હનીફખાન પઠાણ હોવાનું જણાઈ આવ્યું હતું અને તે મકરપુરા GIDC-વડસર રોડ નજીકના મસ્જિદ ફળિયામાં રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું.

મૃતકના કપડામાંથી મળેલી ડાયરીને આધારે મૃતકની ઓળખ થઈ.
મૃતકના કપડામાંથી મળેલી ડાયરીને આધારે મૃતકની ઓળખ થઈ.

બીમારીને કારણે પુત્રનું મોત થયું હતું
થોડા સમય પહેલાં હનીફભાઈના એક પુત્રનું માંદગીને કારણે મોત નીપજ્યું હતું અને ત્યારથી જ હનીફભાઈ પુત્રના વિયોગમાં ડિપ્રેશનમાં રહેતા હતા અને તેને લઈને જ ટ્રેન આગળ પડતું મૂકી મોતને વહાલું કર્યું હોવાનું પોલીસસૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. સ્થળ પર પહોંચેલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને હનીફભાઈના મોતનાં કારણોની તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

રેલવે-ટ્રેક પાસે લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં.
રેલવે-ટ્રેક પાસે લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં.
પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો