તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:પોલીટેક્નિક ખાતે ડીસીપી, એસીપી સહિત 160 પોલીસનો કાફલો તૈનાત

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા સોમવારના રોજ સવારે ફતેગંજ વિસ્તારમાં આવેલા મત ગણતરીના સ્થળ પોલિટેક્નિક ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવી હતી. - Divya Bhaskar
કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા સોમવારના રોજ સવારે ફતેગંજ વિસ્તારમાં આવેલા મત ગણતરીના સ્થળ પોલિટેક્નિક ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવી હતી.
 • BSF, RAFતથા SRPની કંપની ખડકાશે : વિજયી સરઘસ સાથે 19 વાન જોડાશે

આવતીકાલે યોજાનારી ચૂંટણીની મત ગણતરીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીટેક્નિક કેમ્પસ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મત ગણતરીને પગલે કાઉન્ટિંગ સ્થળ પર તથા વિજેતા ઉમેદવારોના સરઘસના રૂટ પર અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પોલીટેક્નિક કેમ્પસ ખાતે ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ તથા પોલીસ જવાન મળી 160 પોલીસ કર્મીનો કાફલો ખડકી દેવાયો છે. આ ઉપરાંત આરએએફની 1 કંપની, બીએસએફની 1 કંપની તથા એસઆરપીએફની 1 કંપની અને 40થી વધુ વીડિયોગ્રાફર તૈનાત કરાયા છે. વિજેતાના સરઘસ સાથે કાયદો-વ્યવસ્થા જાળવવા 19 મોબાઇલ વાન પણ જોડાશે, જેમાં દરેક મોબાઇલમાં એક પીઆઇ, એક પીએસઆઇ તથા પોલીસ કાફલો રહેશે. 19 બાઇક પર પોલીસ કર્મચારી સરઘસમાં જોડાશે.

19 વોર્ડની 76 બેઠકો પર કુલ 47.84% મતદાન

વોર્ડમતદાનટકાવારી
141,58755.21
232,34747.76
331,20747.7
434,39851.38
534,68548.45
640,14348.91
735,56445.86
838,77945.28
938,91145.44
1042,90948.47
1134,77142.55
1237,99947.87
1332,25148.21
1438,03346.24
1533,81444.9
1639,39350.78
1728,92943.19
1837,32152.37
1938,87349.6
કુલ6,91,91447.84

વોર્ડ 1,4,7,10,13,16ની પ્રથમ ગણતરી એજન્ટોને તબક્કાવાર પ્રવેશ અપાશે
મતગણતરી 3 તબક્કામાં થશે,જેમાં પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1, 4, 7, 10, 13 અને 16. બીજા તબક્કામાં વોર્ડ નંબર 2, 5, 8, 11, 14 અને 17.અને ત્રીજા તબક્કામાં 3, 6, 9, 12, 15, 18 અને 19માં વોર્ડની મતગણતરી કરાશે. કલેક્ટરે જણાવ્યું હતું કે, મત ગણતરી રૂમમાં તબક્કાવાર મતગણતરી હાથ ધરાશે.જેથી તબક્કાવાર રાજકીય પક્ષોના એજન્ટોને પ્રવેશ અપાશે. એક સાથે તમામ વોર્ડના એજન્ટોને પ્રવેશ નહીં અપાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો