તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓનું ‘સોશિયલ વર્ક’:સમરસમાં દર્દી-પરિવાર વચ્ચે સેતુ બની મુશ્કેલી દૂર કરવા માટે 24 કલાક તૈનાત

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ દર્દીઓને દવા, પાણી પિવડાવવાથી લઈને સાંત્વના આપી રહ્યા છે

MSU સોશિયલ વર્ક ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ કોવિડ દર્દીઓ અને તેમના પરિવારને મદદ કરવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. સમરસ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ ડોક્ટર, દર્દી તથા તેમના પરિવાર વચ્ચે બ્રિજનું કામ કરી રહ્યા છે.

હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ દર્દીને પાણી પીવડાવવા, દવા આપવા, પરિવારનો સંદેશો પહોંચાડવા, ગભરાયેલા દર્દીને સાંત્વના આપવા સહિતની સેવા કરી રહ્યા છે. દર્દીઓના પ્રતિભાવથી તેમને પ્રોત્સાહન મળતું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રો. ભાવના મહેતા અને સુપરવાઇઝર જીજો અબ્રાહમના નેતૃત્વ હેઠળ આ ટીમ કામ કરી રહી છે.

પાઈપમાં બ્લડ આવતાં ડરેલા દર્દીને સાંત્વના આપી
કિસ્સો 1 :
સમરસના બીજા માળે 42 વર્ષના દર્દીનો બોટલ પૂરો થતાં પાઈપમાં લોહી જતું હતું. આ જોઈ દર્દી ગભરાઈ ગયા હતા. જેથી વિદ્યાર્થીઓએ ડોક્ટરને જાણ કરી હતી. સાથે સાથે ગભરાઈ ગયેલા દર્દીને સમજાવતાં તેઓ શાંત થયા હતા.

ફિજિકલી ચેલેન્જ્ડ દીકરાને જોવા પિતાને મદદ કરી
કિસ્સો 2 :
સમરસ હોસ્પિટલમાં દાખલ દિવ્યાંગ યુવક પરિવાર વિના રહી શકતો નહતો. તેના પિતા વારંવાર હેલ્પ ડેસ્ક પર પુત્રને મળવા જવું છે તેવી જીદ કરતા હતા. આખરે વિદ્યાર્થીઓએ વીડિયો કોલથી પુત્રને જોવાની વ્યવસ્થા કરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...