ટ્રેનોનું ભારણ:વડોદરા રેલવે સ્ટેશન પર આવતી છ ટ્રેનોના ઉપડવાના સમયમાં 20 નવેમ્બરથી ફેરફાર થશે

વડોદરા3 મહિનો પહેલા
વડોદરા રેલવે સ્ટેશન.

પશ્ચિમ રેલવે દ્વારા 20 નવેમ્બર 2022થી વડોદરા સ્ટેશન પરથી પસાર થતી છ ટ્રેનોના ઉપડવાના સમય બદલવામાં આવ્યા છે.

વડોદરા ડિવિઝનના PRO પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આ ફેરફાર ડીઝલ લોકોથી ઇલેક્ટ્રિક લોકો બદલવા તથા વડોદરા સ્ટેશન પર ટ્રેનોના ભારણને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યો છે.

સમય બદલવામાં આવ્યા તે ટ્રેનોની યાદી
1- ટ્રેન નંબર 12959 કોચુવેલી-ભાવનગર એક્સપ્રેસનો તા.24 નવેમ્બર 2022 થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 04:30 રહેશે.

2- ટ્રેન નંબર 19260 ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસનો તા.22 સપ્ટેમ્બર 2022થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 17:28નો રહેશે.

3- ટ્રેન નંબર 12449 મડગાંવ - ચંદીગઢ એક્સપ્રેસનો તા.22 નવેમ્બર 2022 થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 01:26 કલાકનો રહેશે.

4- ટ્રેન નંબર 12450 ચંદીગઢ-મડગાંવ એક્સપ્રેસનો તા.21 નવેમ્બર 2022થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય18:30 કલાકનો રહેશે.

5- ટ્રેન નંબર 22963 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર એક્સપ્રેસનો તા..21 નવેમ્બર 2022થીવડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 22:16 કલાકનો રહેશે.

6- ટ્રેન નંબર 22964 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો તા.20 નવેમ્બર 2022 થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 00.58 કલાકનો રહેશે.