વડોદરા ન્યૂઝ:જૂના પાદરા રોડ પર આવેલા દાંતના સંગ્રહાલયને છ વર્ષ પૂર્ણ, 20 હજારથી વધુ વિદ્યાર્થી-જીજ્ઞાસુઓએ મુલાકાત લીધી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
અલગ અલગ નમૂનાઓ મ્યૂઝિયમમાં રખાયા છે. - Divya Bhaskar
અલગ અલગ નમૂનાઓ મ્યૂઝિયમમાં રખાયા છે.
  • દાંતને લગતાં 4 હજારથી વધુ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે

વડોદરાના દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા અને ડો.પ્રણવએ પોતાના ખીસ્સામાંથી સારો એવો મોટો ખર્ચ કરીને અને દુનિયામાં જ્યાંથી મળી ત્યાંથી દાંતને લગતી, ચિકિત્સાને લગતી, તેના ઇતિહાસ અને ભૂતકાળને લગતી, દાંતની કાળજીને લગતી સાધન સામગ્રી એકત્ર કરીને, અંદાજે 4 હજારથી વધુ નમૂનાઓ પ્રદર્શિત કરતું, દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય બનાવ્યું છે. કદાચ ગુજરાતનું અને દેશનું આ એકમાત્ર ખાનગી દંત સંગ્રહાલય છે. આગોતરો સંપર્ક કરી,સમય લઈને શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓને કોઈ પ્રવેશ ફી વગર વિનામૂલ્યે તે બતાવી શકે છે. રસ ધરાવતા લોકો પણ એ રીતે એની મુલાકાત લઈ શકે છે.

સંગ્રહાલયમાં ઈતિહાસ સચવાયો છે
તાજેતરમાં ડો.ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમનો સાતમા વર્ષમાં પ્રવેશ થયો છે. સ્થાપક ડો.યોગેશ કહે છે કે, આ વર્ષો દરમિયાન 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને જીજ્ઞાસુઓએ આ સંગ્રહાલય નિહાળ્યું છે. તમને ચોક્કસ ખબર નહિ હોય કે માનવ ઉત્ક્રાંતિના છેલ્લા 10 હજાર વર્ષ દરમિયાન માણસના જડબાના કદમાં અને તેને સુસંગત દાંતની સંખ્યામાં ઘટાડો થયો છે એવું ડો.યોગેશ જાણકારી આપતાં જણાવે છે.

સૌથી મોટો ખાનગી વ્યક્તિનો સંગ્રહ
દાંત,દાંતની સારવાર અને દાંતના તબીબોને વિશ્વની ટપાલ ટિકિટો અને ડાક સાહિત્યમાં પણ સ્થાન મળ્યું છે.ચલણી સિક્કા પર પણ દાંત કોતરાયલા છે.તમાકુ સહિત દાંતના જાની દુશ્મનો જેવા વિવિધ વ્યસનો છે. ડો.પ્રણવ જણાવે છે દાંતને લગતો અમારા મ્યુઝિયમનો ખજાનો 'ખાનગી વ્યક્તિની માલિકીનો એશિયાનો સૌથી મોટો સંગ્રહ' હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે અને ટૂંક સમયમાં નામાંકીત સંસ્થાઓ દ્વારા આ હકીકત પ્રમાણિત કરવામાં આવે એવો અમારો પ્રયત્ન છે.આ સંગ્રહાલય વડોદરાના જૂના પાદરા રોડ પર મલ્હાર પોઇન્ટ નજીક 22,હરીભક્તિ સોસાયટી ખાતે આવેલું છે.