આગોતરા નામંજૂર:કેમસ્ટાર ઓર્ગેનિકના ડાયરેક્ટર સહિત ત્રણના આગોતરા નામંજૂર

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જીપીસીબીની મંજૂરી વગર કેમિકલનું ખોટુ બીલ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે કેમિકલનો નિકાલનો પ્રયાસ કરવાના બનાવમાં સંડોવાયેલા કેમસ્ટાર કંપનીના ડાયરેક્ટર સહિતના ત્રણે આગોતરા જામીન અરજી મુકતા ન્યાયાધીશે ત્રણે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

આ કેસની વિગત એવી છે કે, પાદરા તાલુકાના એકલબારા ગામમાં આવેલ કેમસ્ટાર કંપનીનું વેસ્ટ કેમિકલનું ટેન્કર એલસીબીએ પકડ્યું હતું. તેના બીલની તપાસ કરવામાં આવતાં બીલ ખોટુ હોવાનું જણાયું હતું. પોલીસે ટેન્કર તેમજ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી કંપનીના ડાયરેક્ટર અને સંચાલકો સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં પર્યાવરણને નૂકશાન થાય તેવા ઇરાદાથી કેમિકલનો નિકાલનો પ્રયત્ન કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ કેસમાં કેમસ્ટાર કંપનીના ડાયરેક્ટર અને સંચાલક આશુતોષ મજમુદાર, અમી મજમુદાર તેમજ કંપનીના એકાઉન્ટ મેનેજર મયુર મજમુદારે આગોતરા જામીન અરજી મુકી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ બન્ને અરજદારની અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...