મચ્છરજન્ય બીમારીમાં ઉછાળો:ડેન્ગ્યૂના 5, વાઇરલના 551 દર્દીઓ નોંધાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લૂના 2-2 કેસ આવ્યા
  • મચ્છરજન્ય બીમારીમાં અચાનક ઉછાળો ​​​​​​​આવ્યો

શહેરમાં ચાલી રહેલા રોગચાળામાં મચ્છરજન્ય બીમારીમાં વધારો નોંધાો છે. શનિવારે ડેન્ગ્યૂના 29 દર્દીના ટેસ્ટ કરાતા 5 દર્દી પોઝિટિવ આવ્યા હતા, ચિકનગુનિયાના 19 દર્દીના ટેસ્ટ કરાતા 2 પોઝિટિવ નોંધાયા હતા. વાઇરલ ફીવરના 551, ટાઈફોઇડના 2 તેમજ સ્વાઈન ફ્લૂના 2 દર્દી પોઝિટિવ આવ્યા હતા.

આરોગ્ય વિભાગે 38 કન્સ્ટ્રક્શન સાઇટ પર ચકાસણી કરી હતી. વરસાદે વિરામ લેતાં આરોગ્ય વિભાગને થોડો હાશકારો થયો છે, પરંતુ ચોખ્ખા પાણીમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના મચ્છરનો વ્યાપ વધ્યો છે. દર્દીઓને ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા ભલે શંકાસ્પદ આવે, પરંતુ ટ્રીટમેન્ટ તે જ આપવામાં આવે છે.

જેને કારણે આરોગ્ય વિભાગની દોડધામ વધી રહી છે. શહેરમાં વાઇરલ ફીવર હજુ પણ કંટ્રોલમાં આવતો નથી. રોજના ₹500 થી 700 જેટલા દર્દીઓ તાવની ઝપટમાં આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા શનિવારે 947 દર્દીઓના મલેરિયાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...