તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ગોત્રી કાંસની સફાઈ ન થતાં રહીશોના દેખાવો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દુર્ગંધ ફેલાતા 12થી વધુ સોસાયટીના લોકો હેરાન
 • વોર્ડ કચેરી બહાર તંબુ તાણી ધરણાની ચીમકી

શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાંસની સફાઈ કરવામાં પાલિકા દ્વારા અખાડા થતાં મચ્છરોનો ત્રાસ વધ્યો છે.શહેરના પશ્ચિમ વિસ્તારના છેવાડે આવેલા ગોત્રી ગામ થી પ્રિયા સિનેમા સુધીના ભાગમાંથી વરસાદી કાંસ પસાર થાય છે અને આ વરસાદી કાંસ ખુલ્લી છે.ખુલ્લી વરસાદી કાંસમાં ઘણી વખત ઢોરો પડ્યા છે અને સ્થાનિક રહીશો પણ પડ્યા છે.

આ કાંસને સ્લેબ મારવા માટે સ્થાનિકો દ્વારા પાલિકામાં સતત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું યોગ્ય રીતે નિરાકરણ કરવામાં આવ્યું નથી અને તેના કારણે સ્થાનિકો ની પરિસ્થિતિ જૈસે થે ની હાલતમાં છે. ગોત્રી ગામથી પ્રિયા ટોકિઝ સુધીના ભાગમાં એક ડઝનથી વધુ વસાહતો અને સોસાયટીઓ આવેલી છે. વરસાદી પાણીના નિકાલ માટેની કાંસમાં ગટરના પાણી ઉભરાઇ રહ્યા છે અને તેના કારણે તેની નજીક રહેતા રહીશોને પારાવાર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સંજોગોમાં યોગીનગર અને અયોધ્યા નગર વચ્ચેની વરસાદી કાંસ પાસે પારાવાર ગંદકી વચ્ચે પણ સ્થાનિક સામાજિક કાર્યકર નારાયણ રાજપૂત(સદ્દામ)ની આગેવાનીમાં રહીશોએ પાલિકા વિરુદ્ધ નારેબાજી કરી હતી અને મચ્છરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી હતી.નારાયણ રાજપૂતે જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં જો વરસાદી કાંસની સફાઈ મામલે પાલિકા તરફથી કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો વૉર્ડ 11 ની કચેરીની બહાર જ તંબુ તાણી ધરણા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો