તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Demonstration In Support Of Farmers Protesting Against Agriculture Bill At Congress Collectorate In Vadodara, Demand For Repeal Of Anti farmer Bill

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કૃષિ બિલનો વિરોધ કરતા ખેડૂતોના સમર્થનમાં વડોદરામાં કોંગ્રેસના કલેક્ટર કચેરી ખાતે ધરણા, ખેડૂત વિરોધી બિલ રદ્દ કરવાની માંગ

વડોદરા4 મહિનો પહેલા
વડોદરા કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસના ધરણા અને દેખાવો. - Divya Bhaskar
વડોદરા કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસના ધરણા અને દેખાવો.
  • કોંગ્રેસના કાર્યકરોએ પ્લેકાર્ડ અને બેનર સાથે ભાજપ સરકારની પ્રજા વિરૂદ્ધની કામગીરી સામે સૂત્રોચાર કરીને વિરોધ કર્યો

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આજે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં રાજ્યભરમાં ધરણા અને દેખાવો યોજવામાં આવ્યા હતા. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે વડોદરા કલેકટર કચેરી પર ધરણા અને દેખાવો યોજ્યા હતા. જેમાં વડોદરા શહેરના હોદ્દેદારો, ધારાસભ્ય તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પ્લેકાર્ડ અને બેનર સાથે વર્તમાન ભાજપ સરકારની પ્રજા વિરૂદ્ધની કામગીરી સામે સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.

​​​​​​​

આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ખેડૂત વિરોધી બિલ કેન્સલ કરવું જોઈએ અને ખેડૂતો પર લાઠીચાર્જ વરસાવી અત્યાચાર આચરવામાં આવ્યો છે, તે ખુબ જ ગંભીર બાબત છે. આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને વડાપ્રધાનને રજૂઆત કરી છે કે, ખેડૂતોને લાભદાયી બિલ લાવવામાં આવે. નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનનો સામનો કરવો પડશે.

કોંગ્રેસના કાર્યકરોએ પ્લેકાર્ડ અને બેનર સાથે દેખાવો કર્યાં હતા.
કોંગ્રેસના કાર્યકરોએ પ્લેકાર્ડ અને બેનર સાથે દેખાવો કર્યાં હતા.

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનને ગુજરાત કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યુ અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી બોર્ડર પર પંજાબ-હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં શરૂ થયેલાં ખેડૂત આંદોલનને હવે ગુજરાત કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યુ છે. એટલું જ નહીં, આજે કોંગ્રેસે રાજ્યના જિલ્લા મથકોએ ધરણા યોજીને કૃષિ બિલનો વિરોધ કરવા નક્કી કર્યું હતું.

કોંગ્રેસે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું.
કોંગ્રેસે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું.

કોંગ્રેસના કાર્યકરોના દરેક જિલ્લા મથકોમાં ધરણા
ઉલ્લેખનીય છે કે, કૃષિ બિલનો વિરોધ કરવા અગાઉ રાહુલ ગાંધીએ એક દિવસીય ગુજરાત પ્રવાસ કરવા નક્કી કર્યુ હતું. પણ કાર્યક્રમ રદ્દ કરાયો હતો. હવે ફરી એકવાર ગુજરાત કોંગ્રેસે દિલ્હી ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના કાર્યકરો દરેક જિલ્લા મથકોએ ધરણાં યોજશે અને દેખાવો કરી વિરોધ પ્રદર્શિત કરશે. કોંગ્રેસે માંગ કરી છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગ સ્વીકારે અને કૃષિ કાયદાને રદ કરે.

ભાજપ સરકારની પ્રજા વિરૂદ્ધની કામગીરી સામે સૂત્રોચાર કરીને વિરોધ કર્યો
ભાજપ સરકારની પ્રજા વિરૂદ્ધની કામગીરી સામે સૂત્રોચાર કરીને વિરોધ કર્યો
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો