કપાતનો વિવાદ:કોન્ટ્રાકટના ડ્રાઈવરોનો પગાર કપાતાં હોબાળો, વેહિકલપુલ ખાતે દેખાવો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિવાળી ટાણે સિક્યુરિટી જવાનોને પગાર ન મળ્યો

દિવાળીના તહેવાર ટાણે પણ પાલિકાના કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી જવાનો અને ડ્રાઈવરો ના પગાર મામલે વિવાદ થયો છે અને તેમનામાં રોષ ફાટી નીકળ્યો છે.ખાસ કરીને ડ્રાઇવરોને પગારમાં પણ કપાત કરાતાં વિવાદનો મધપુડો છંછેડાયો હતો અને રોષે ભરાયેલા ડ્રાઈવરોએ વેહિકલ પુલ ની કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. પાલિકાના અધિકારીઓ અને અન્ય સેવાઓના વાહનોના ડ્રાઈવર તરીકે કોન્ટ્રાક્ટર એજન્સીનો સ્ટાફ હોય છે.એવી જ રીતે પાલિકાની માલમિલકતને સુરક્ષા માટે પણ તૂટી જવાનો કોન્ટ્રાક્ટ ફરજ બજાવી રહ્યા છે અને તેના માટે પણ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

સામાન્ય રીતે દિવાળીના તહેવાર પૂર્વે કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી જવાનોને પગાર ચુકવી દેવામાં આવતો હોય છે પરંતુ આ વખતે દિવાળીના સવાર સુધી પગાર ન મળતાં સિક્યુરિટી જવાનોની દિવાળી હૈયા હોળીમાં ફેરવાઈ ગઈ છેે. પાલિકાના કોન્ટ્રાકટના ડ્રાઈવરોને અપાતા પગારમાં કાપ મુકવામાં આવતા ડ્રાઇવરો અવાચક પામી ગયા હતા.દિવાળીના તહેવારમાં પગારની સાથે બોનસ મળશે તેવી બાંહેધરી અપાયા બાદ પાત સાથે મળતા ડ્રાઇવરો ચોંકી ઊઠયા હતા અને વેહિલકપુલની કચેરીમાં હોબાળો મચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...