તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ પ્રદર્શન:રાહુલ ગાંધીનાં ઉચ્ચારણો સામે શહેર ભાજપના કોંગ્રેસ ઓફિસ બહાર દેખાવો

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસના રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા સોમવારે લકડીપુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવો કરવામાં આવ્યા હતાં. - Divya Bhaskar
કોંગ્રેસના રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા સોમવારે લકડીપુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવો કરવામાં આવ્યા હતાં.
 • ગુજરાતના વેપારીઓને શોષણખોર ચીતરવાનો નિંદનીય પ્રયાસ કરાયો હોવાના સૂત્રોચ્ચાર કર્યા

રાહુલ ગાંધી દ્વારા અસમમાં ગુજરાતીઓ વિરુધ્ધમાં વિવાદસ્પદ નિવેદન આપવાના મુદે શહેર ભાજપ દ્વારા લકડીપુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધીએ આસામના ચાના બગીચામાં મજૂરી કરનારાઓને દૈનિક રૂપિયા 167 મજૂરી મળે છે, જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વ્યાપારીઓને ચાના બગીચા જ મળી જાય છે. આસામમાં અમારી સરકાર આવશે તો અમે શ્રમિકોને દૈનિક રૂપિયા 365 મજૂરી આપશું. આ પૈસા ગુજરાતના વ્યાપારીઓ પાસેથી આવશે તેવું નિવેદન આપ્યું હતું. જેના વિરોધમાં શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા લકડી પુલ કોંગ્રેસ કાર્યાલયની બહાર ધરણાં કરીને રાહુલ ગાંધીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

શહેર ભાજપ પ્રમુખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશના જીડીપીમાં ગુજરાતનો સિંહફાળો છે. વિશ્વભર પ્રખ્યાત ગુજરાતી વેપારીઓ પોતાની સૂઝબુઝ અને ખંતીથી આસામમાં ચા ના બગીચાના માલિક બની વર્ષોથી ત્યાંના સ્થાનીક લોકોને રોજગારી પૂરી પાડે છે. ત્યારે રાહુલ ગાંધી દ્વારા ગુજરાતના વેપારીઓને શોષણખોર ચીતરવાનો શરમજનક પ્રયત્ન કર્યો છે. જે ગુજરાત તથા દેશનું અપમાન છે. આ નિવેદન માટે રાહુલ ગાંધી માફી નહિ માંગે તો ભાજપ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં મહામંત્રી સુનીલ સોલંકી, રાકેશ સેવક સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો