તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પાણીનું ગેરકાયદે જોડાણ કપાતાં ટોળાની DYSPના ઘરમાં તોડફોડ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાલભવન પાસેના શ્રીજીશીલ ફ્લેટમાં ઝૂંપડાવાસીનો હલ્લો
  • પાલિકાએ કાપેલા જોડાણની રીસ: 10 સામે ગુનો નોંધી 4ની અટક

કારેલીબાગમાં પાણીના ગેરકાયદે જોડાણના મુદ્દે ઝુંપડામાં રહેતા 10 લોકોએ ડીવાયએસપીના ઘરમાં ઘુસી જઈ પથ્થર મારી બારીનો કાચ તોડી નાંખતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 10 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ બનાવમાં સંડોવાયેલા ચાર જણાને ઝડપી પાડ્યા હતા.લાલબાગ પોલીસ ટ્રેનીંગ સ્કુલમાં ડી.વાય.એસ.પી તરીકે ફરજ બજાવતા કેતનભાઈ પ્રફુલચંદ્ર પારેખ (ઉ.વ.51) કમાટીબાગ બાલભવનની પાસે આવેલા શ્રીજીશીલ ફ્લેટમાં વર્ષ 2010થી રહે છે.

પોલીસ અધિકારીના ફ્લેટની બાજુમાં ઝુંપડામાં રહેતા વિકાસ પરશોત્તમભાઈ, કિરણ પરશોત્તમભાઈ સહિત 8 લોકો 14 જૂનના રોજ રાતે 10:30 વાગે પોલીસ અધિકારીના ઘરમાં ઘુસી આવીને ઝઘડો કર્યો હતો. આ ઉપરાંત ઘરની બારીનો કાચ પણ પથ્થર મારી તોડી નાંખ્યો હતો. આ ઘટના બાદ પોલીસ અધિકારીના પત્ની રૂપાંગીબેન પારેખે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વિકાસ, કિરણ સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

રૂપાંગી પારેખનો આક્ષેપ છે કે, આરોપીઓએ ગેરકાયદે ચોરી કરીને પાણીનું કનેક્શન જોડાણ કર્યું હતું તે પણ કોર્પોરેશન તરફથી કાઢી નાંખ્યું હતું. આ પાણીના કનેક્શન મુદ્દે જ ઝુંપડામાં રહેતા આરોપીઓએ તેમના ઘર પર હુમલો કર્યો હતો. રૂપાંગી પારેખે તેમના ઘર પર ઝઘડવા આવેલા આરોપીઓની કરતુતને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરીને પોલીસને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...