તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:વાસ્તવિક ખર્ચના આધારે સ્કૂલ ફી નક્કી કરવા માગ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓનલાઇન ક્લાસીસ માટે માત્ર ટ્યૂશન ફી વસૂલવા ખાનગી સ્કૂલોને હાઇકોર્ટની મંજૂરી આપી છે. જોકે વાલીઓને ફીના સરળ હપ્તા કરી આપવા પડશે. બીજી તરફ ઓલ ગુજરાત વાલી મંડળે વાસ્તવિક ખર્ચના આધારે ફી નક્કી કરવી જોઇએ તેવું જણાવ્યું હતું. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું કે, વર્તમાન સ્થિતિમાં તથા લોકડાઉનમાં થયેલા સ્કૂલોના વાસ્તવિક ખર્ચના આધારે સરકારે ફી નક્કી કરવી જોઇએ. ઉપરાંત ખાનગી સ્કૂલોના શિક્ષકોને સંચાલકો દ્વારા પગાર કેટલો આપવામાં આવે છે તેની પણ ચકાસણી થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...