તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગણેશ ઉત્સવમાં ડીજેની પરવાનગી આપવા ગણેશ મંડળોની માંગ, વડોદરાના કમાટી બાગમાં મંડળોની મિટિંગ મળી

વડોદરા18 દિવસ પહેલા
વડોદરાના ગણેશ મંડળોના પ્રતિનિધિઓ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
  • આયોજકોની માંગણીને લઈને સરકાર સહયોગ આપી છૂટછાટ આપશે તેવી ગણેશ ઉત્સવના આયોજકોને આશા

ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વડોદરાના 10 હજાર ગણેશ મંડળો એક જૂટ થયા છે. ગણેશ ઉત્સવમાં ડીજેની પરવાનગી આપવા ગણેશ મંડળોમાં માંગ ઉઠી છે. આજે કમાટી બાગમાં મંડળોની મિટિંગ મળી હતી.

ગણેશ મંડળોના પ્રતિનિધિઓ દ્વારા એક બેઠકનું આયોજન
કોરોનાનું જોર ઘટતા રાજ્ય સરકાર દ્વાર તહેવારો ની ઉજવણી ને લઈને કેટલાક ખાસ નિયમો બનાવી આંશિક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે સરકાર ની ગાઈડ લાઈન ના કારણે તમામ ગણેશ મંડળો માં નારાજગી જોવા મળી રહી છે.સરકાર દ્વારા ગણેશ ઉત્સવ માં મર્યાદિત લોકો ની હાજરી સહિત ફક્ત ચાર ફુટ ની ગણેશજી ની પ્રતિમા નું સાદાઈ થી સ્થાપન કરવા પરવાનગી આપવામાં આવી છે ત્યારે આજરોજ શહેરના સાયજીબાગ ખાતે વડોદરાના ગણેશ મંડળોના પ્રતિનિધિઓ દ્વારા એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું

છૂટછાટ આપશે તેવી ગણેશ ઉત્સવના આયોજકોને આશા
ગણેશ ઉત્સવ માટે બનેલા સંગઠનના કાર્યકર સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં આયોજકો ની ઉપસ્થિતિમાં ગણેશ ઉત્સવમાં ડીજેની પરવાનગી આપવા ગણેશ મંડળો માંગ કરી રહ્યા છે. મહત્વનું એ છે કે વડોદરા શહેરમાં નાના મોટા થઈને આશરે 10 હજાર ગણેશ મંડળો છે. ત્યારે સરકારની ગાઈડલાઈનથી નારાજ તમામ મંડળો એક જૂટ થઈ એક નવા સંગઠનની રચના કરવા જઈ રહ્યા છે.આવનાર દિવસોમાં આ તમામ મંડળો એક જૂટ થઈ સરકારમાં રજૂઆત કરવાના છે. આયોજકોની માંગણીને લઈને સરકાર સહયોગ આપી છૂટછાટ આપશે તેવી ગણેશ ઉત્સવના આયોજકો આશા વ્યક્ત કરી રહ્યા છે.

છૂટછાટ આપશે તેવી ગણેશ ઉત્સવના આયોજકો આશા વ્યક્ત કરી.
છૂટછાટ આપશે તેવી ગણેશ ઉત્સવના આયોજકો આશા વ્યક્ત કરી.

મંડળો પણ ગાઇડ લાઇન મુજબ ગણેશોત્સવ મનાવશે
શહેરના માજલપુર મનમોહન ગણેશ યુવક મંડળના પ્રમુખ નયલેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અત્યાર સુધી સરકારે અમને અમારી ઇચ્છા મુજબ ખૂશ રાખ્યા છે. ડીજેની માંગ પૂરી કરીને પણ અમોને ખૂશ રાખશે તેવી અમને આશા છે. અમોને પણ ખબર છે કે કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે. ત્યારે ગણેશ મંડળો પણ પોતાની જવાબદારી સમજે છે. મંડળો પણ ગાઇડ લાઇન મુજબ ગણેશોત્સવ મનાવશે.