કાર્યવાહીની માંગ:કોર્ટ સંકુલ-પોલીસ મથકોમાં જામીનનાં દલાલો સામે કાર્યવાહીની વકીલોની માગ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા અદાલતના રજિસ્ટ્રાર, પોલીસ કમિશનર, બાર એસો.ને પત્ર

શહેર-જિલ્લાની અદાલતો પોલીસ મથકોમાં ચાલતા જામીન આપવાના ગોરખધંધાનો ઘટસ્ફોટ થયા બાદ વકીલોમાં આવા તત્વો સામે રોષ ફેલાયો છે, અને આવા તવો સામે કાર્યવાહી કરવાની માંગ પોલીસ કમિશનર કચેરીએ લેખિતમાં કરવામાં આવી છે. શહેરના 25 જેટલા વકીલોએ ભાવિન વ્યાસની આગેવાનીમાં મંગળવારે જિલ્લા અદાલતના રજિસ્ટ્રાર, બાર એસોસિએશનને પણ લેખિતમાં રજૂઆત કરી હતી.

પોલીસ કમિશનરને વકીલોએ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, સરકારી કચેરીઓ અદાલતો અને પોલીસ મથકોમાં એજન્ટોની પ્રવેશબંધી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયેલું છે. શહેરના કોર્ટ સંકુલમાં આ જાહેરનામાનો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો છે. એજન્ટો ખુલ્લે આમ બોગસ જામીનદારો મૂકી ન્યાયનો વેપલો કરી રહ્યા છે. આવા બિનઅધિકૃત વ્યક્તિઓ પૈકી કેટલાક 100 વધુ આરોપીઓના જામીન થયા છે.

પોલીસ મથકોમાં પણ આવા લોકોના જામીન થાય છે. દિવ્યભાસ્કર અખબારના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે. એને 48 કલાક ઉપરાંતનો સમય થયો છે. છતાં ગોત્રી પોલીસ દ્વારા આવા તત્વોને પકડવાની કે શોધવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇ વકીલોમાં રોષ છે. વેહલામાં વહેલી તકે આવા દલાલો એજન્ટોને ઝડપી પાડવાની માગ વકીલોએ પોલીસ કમિશનરને કરી છે.

અન્ય સમાચારો પણ છે...