તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ફાયર બ્રિગેડમાં સબ ઓફિસરની ખાલી જગ્યા પર સ્થાનિકની વરણી કરવા માગ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફાયર વિભાગમાં જ ફાયર બ્રિગેડમાં 13 જેટલા કર્મચારીઓના પ્રમોશન માટે નવો વિવાદ ઉભો થયો છે. ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારીઓ ચાલુ નોકરી એ રજા મૂકી પોતાના ખર્ચે નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં ટ્રેનિંગ લઈ પરત ફર્યા બાદ તેઓને પ્રમોશન મળે તે માટે મ્યુનિ. કમિશનર સુધી રજૂઆત કરી છે. કર્મચારીઓએ કરેલી રજૂઆત મુજબ ફાયર બ્રિગેડમાં સબ ઓફિસરની જગ્યા ખાલી છે. બહારથી લાવીને અધિકારીની નિમણૂક કરવાને બદલે સુરત અને જામનગર ની જેમ વડોદરા કોર્પોરેશનપાલિકા કરી ખાતાના કર્મચારીઓને આગળ પ્રમોશન આપવું જોઈએ. કોર્પોરેશનના નિયમ મુજબ 15 વર્ષ અને 25 વર્ષના અનુભવ પછી પ્રમોશન અપાતું હોય છે.

જ્યારે ટ્રેનિંગ લઈને આવેલા કર્મચારીઓ ને પ્રમોશન આપવું એવો કોઈ નિયમ નથી. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ે જણાવ્યુ઼ હતું કે કર્મચારીઓને પ્રમોશન આપવા નો વિષય ફાયર બ્રિગેડનો નથી કોર્પોરેશનના વહીવટ વિભાગ દ્વારા આ નિર્ણય લેવાતો હોય છે. ડે. કમિશનરએસ કે પટેલે જણાવ્યુ઼ હતું કે કોઇપણ ભરતી અથવા પ્રમોશન એ કોઈપણ વ્યક્તિ કે કમિશનરની સત્તાનો વિષય નથી.

અન્ય સમાચારો પણ છે...