અકસ્માત વિવાદ:ભરૂચના સાયર અને વેલુગામની રેતીની લીઝો ચાલુ કરવા વડોદરા કલેક્ટર સમક્ષ માંગ, લીઝધાકરોએ કહ્યું: લીઝો પર 6 હજારથી વધુ પરિવારોની આજીવિકા ચાલે છે

વડોદરા5 મહિનો પહેલા
લીઝ ધારકોએ વડોદરા કલેક્ટરને આવેદન આપી આ લીઝ શરૂ કરવા માંગણી કરી છે
  • લીઝ ધારકોએ આજે વડોદરા કલેક્ટરને આવેદન આપી આ લીઝ શરૂ કરવા માંગણી કરી
  • એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, સરકારી કામોમાં મટિરિયલની અછત પડશે તેવો લીઝ ધારકોનો મત

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રેતી લઇ જતાં ટ્રકની અડફેટે ત્રણ લોકોના મોતના બનાવને પગલે અધિકારીઓને જાહેરમાં ખખડાવી નાખ્યા હતાં. ત્યાર બાદ વિવાદ ઉભો થયો હતાં ભરૂચના સાયર તેમજ વેલુગામની રેતીની લીઝો બંધ કરી દેવામાં આવી હતી. જેથી આ લીઝ ધારકોએ આજે વડોદરા કલેક્ટરને આવેદન આપી આ લીઝ શરૂ કરવા માંગણી કરી છે.

બુલેટ ટ્રેન અને અન્ય નાના-મોટા સરકારી બાંધકામ મટિરિયલની અછત
ભરૂચના લીઝ ધારકોએ વડોદરા કલેક્ટરને જણાવ્યું હતું કે, માલોદ ગામે ગત 21 ફેબ્રુઆરીના રોજ વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેથી ભૂસ્તર કચેરીઓથી લીઝો બંધ કરવામાં આવી છે. અકસ્માતના બનાવમાં વાહન જપ્ત કરવામાં આવ્યું છે અને ચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે તેમ છતાં ભૂસ્તર કચેરી દ્વારા કોઇપણ સૂચના વિના લીઝ બંધ કરી દેવામાં આવી છે. જેથી સરકારને કરોડોની આવકનું નુકસાન થઇ રહ્યું છે. સાથે જ લીઝો બંધ થવાથી એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન અને અન્ય નાના-મોટા સરકારી બાંધકામ મટિરિયલની અછત પડે છે.

નારેશ્વરમાં લીઝનું કામ કરતા જયદ્રથસિંહ
નારેશ્વરમાં લીઝનું કામ કરતા જયદ્રથસિંહ

લીઝો પર 6 હજારથી વધુ કુટુંબોની આજીવિકા નિર્ભર છે
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, લીઝો પર આશરે 6 હજારથી વધુ કુટુંબોની આજીવિકા નિર્ભર છે. લીઝનો ધંધો વર્ષમાં માત્ર સાત મહિના થઇ શકે અને લીઝના વાહનો પર લોન પર લીધેલા હોય છે. જેથી સત્વરે લીઝ શરૂ કરવી જોઇએ.

અકસ્માતમાં લીઝ ધારકોનો કોઇ વાંક નથી
નારેશ્વરમાં લીઝનું કામ કરતા જયદ્રથસિંહે જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટના અંગે પોલીસ અને RTO કડક પગલા ભરી શકે છે. અકસ્માતમાં લીઝ ધારકોનો કોઇ વાંક નથી. અકસ્માત કરનાર ચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તેના કારણે લીઝ બંધ ન કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...