તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Demand For Removal Of Satish Patel, Who Has Been Holding The Post Of Chairman For The Last 8 Years Against The Rules In Vadodara's Chhani Nagarik Sahakari Bank.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રષ્ટાચારના આક્ષેપો:વડોદરાની છાણી નાગરિક સહકારી બેંકમાં નિયમ વિરુદ્ધ છેલ્લા 8 વર્ષથી ચેરમેન પદ ભોગવતા સતીષ પટેલને ચેરમેન પદેથી હટાવવા માગ

વડોદરા12 દિવસ પહેલા
બેંકના વહીવટકર્તાઓ દ્વારા નોટ વિતરણ સહિત વિવિધ મહોત્સવ હેઠળ રૂપિયા 86 લાખનું કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ કર્યો
 • વિનામૂલ્યે બાળકોને નોટબુકો વિતરણ કરવામાં કહે છે, પણ બાળકો પાસે 50% રકમ લઈ નોટો અપાતી હોવાનો આક્ષેપ

વડોદરા શહેર નજીક આવેલા છાણી ગામ સ્થિત છાણી નાગરિક સહકારી બેંકમાં સહકારી કાયદાના નિયમ વિરુદ્ધ છેલ્લા 8 વર્ષથી ચેરમેન પદ ભોગવી રહેલા સતીષ(સત્યેન્દ્ર) પટેલને ચેરમેન પદેથી દૂર કરવાની માગ સાથે બેંકના સભાસદે બેક મેનેજરને આવેદન પત્ર આપ્યું હતું. આ સભાસદે બેંકના વહીવટકર્તાઓ દ્વારા નોટ વિતરણ સહિત વિવિધ મહોત્સવ હેઠળ રૂપિયા 86 લાખનું કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. છાણી નાગરિક બેંકના ચેરમેન સતિષ પટેલે આક્ષેપો અંગે જણાવ્યું હતું કે, હરેશ પટેલ દ્વારા જે કોઈ આક્ષેપ મૂકવામાં આવ્યા છે. તે પાયાવિહોણા છે. મારે જે જવાબો આપવાના હતા, તે મેં બોર્ડ મિટિંગમાં રજૂ કરી દીધા છે.

સતિષ પટેલને ચેરમેન પદેથી દૂર કરવા માટે માગણી કરી
છાણી ગામમાં આવેલ બી. 7, બાલાજી બંગ્લોઝમાં રહેતા અને છાણી નાગરિક સહકારી બેંકના સભાસદ હરીશભાઈ પટેલે છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન સતિષભાઈ પટેલને તાત્કાલિક અસરથી ચેરમેન પદેથી દૂર કરવાની માગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે, સહકારી કાયદા પ્રમાણે ચેરમેન કે, એમ.ડી. બે ટર્મથી વધુ એટલે કે, પાંચ વર્ષથી વધુ હોદ્દા ઉપર રહી શકે નહીં. તેમ છતાં સતિષભાઈ પટેલ સહકારી કાયદાઓના નિયમોને નેવે મૂકી છેલ્લા 8 વર્ષથી ચેરમેન પદે છે. ત્યારે તેઓને ચેરમેન પદેથી દૂર કરવા માટે માગણી છે.

સતીષ(સત્યેન્દ્ર) પટેલને ચેરમેન પદેથી દૂર કરવાની માગ સાથે બેંકના સભાસદે બેક મેનેજરને આવેદન પત્ર આપ્યું
સતીષ(સત્યેન્દ્ર) પટેલને ચેરમેન પદેથી દૂર કરવાની માગ સાથે બેંકના સભાસદે બેક મેનેજરને આવેદન પત્ર આપ્યું

બાળકોને વિનામૂલ્યે નોટબુકો ન અપાતી હોવાના આક્ષેપ
હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, છાણી નાગરિક સહકારી બેન્કના ચેરમેન સહિત વહીવટકર્તાઓ દ્વારા છાણી ગામમાં આવેલી ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં વિનામૂલ્યે બાળકોને નોટબુકો વિતરણ કરવામાં આવતું હોવાનું જણાવે છે. વાસ્તવમાં બાળકો પાસે 50% રકમ લઈને નોટો આપવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે હાઇસ્કૂલના શિક્ષક મનોજભાઈ પંચાલને આપેલ નાણા જમા કરાવવાની રશીદ પરત લઈને પુરાવાનો નાશ કર્યો છે. જ્યારે હાઇસ્કૂલના ટ્રસ્ટી પ્રવીણભાઇ પટેલે આ કૌભાંડ બહાર પાડતા તેઓને ટ્રસ્ટી પદેથી દૂર કરવા માટેના પણ ચેરમેન દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે.

છાણી નાગરિક સહકારી બેંકમાં સહકારી
છાણી નાગરિક સહકારી બેંકમાં સહકારી

આગામી દિવસોમાં જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે છાણી નાગરિક બેંકના ચેરમેન તેમજ વહીવટકર્તાઓ દ્વારા વિકાસ મહોત્સવ સહિત વિવિધ મહોત્સવના નામે અત્યાર સુધીમાં રૂપિયા 86 લાખ જેટલાનું કૌભાંડ આચર્યું છે. અમોએ સાત દિવસ પહેલા છાણી ગામમાં આવેલી ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં કુલ કેટલી નોટો વિતરણ કરી અને કેટલા રૂપિયાની નોટો વિતરણ કરી તે અંગેની લેખિત માહિતી માગી હતી. પરંતુ હજુ સુધી આપવામાં આવી નથી. જે સ્પષ્ટ બતાવે છે કે, છાણી નાગરિક બેંકના વહીવટકર્તાઓ દ્વારા મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજે બેન્કના મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો બેંકના મેનેજર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો