રજૂઆત:તમામ વકીલ મંડળોમાં એક જ બંધારણ અમલમાં મૂકવા માગ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા વકીલ મંડળના પ્રમુખની રજૂઆત
  • સુરત, રાજકોટ, ભાવનગર બાર એસોસિયેશનમાં ચૂંટણીમાં ઉમેદવારી માટે નિયમો અલગ અલગ

બંધારણમાં સુધારા કરવા બાબતે ચાલી રહેલી માથાકૂટમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખે ગુજરાત બાર કાઉન્સિલને પત્ર લખી તમામ બાર એસોસિએશનમાં એકજ પ્રકારનું બંધારણ અમલમાં લાવવા માંગ કરી છે.તાજેતરમાં બરોડા બાર એસોસિએશનના બંધારણમાં સુધારા વધારા કરવા માટે યોજાયેલી એ.જી.એમ તોફાની બની હતી. જેમાં સુધારા વધારા કરવા અંગે અસમંજસ જોવા મળી હતી.

ત્યારે બરોડા બાર કાઉન્સિલના પ્રમુખ હસમુખ ભટ્ટે ગુજરાત બાર કાઉન્સિલને પત્ર લખી જણાવ્યું છે કે ગુજરાત બાર કાઉન્સિલ દવારા 2015માં બંધારણ બનાવીને ગુજરાતમાં એક સાથે ચૂંટણી કરવા માટેની જાહેરાત કરી કેટલાક નિયમો બનાવ્યા છે. દરેક બાર એસોસિએશનની સાધારણ સભાને બંધારણમાં સુધારા વધારા કરવાનો અધિકાર છે. સુરત વકીલ મંડળ, રાજકોટ બાર એસોસિએશન અને ભાવનગરમાં ચૂંટણીના ઉમેદવારીના નિયમો અલગ અલગ છે.

ત્યારે વડોદરામાં પણ તેમાં સુધારા વધારા કરવા માટે વકીલો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે 2015ના સુધારેલા બંધારણમાં કોઈ ઉમેદવાર ગુજરાતના કોઈ પણ એસોસિએશનમાં બે ટર્મથી વધારે એ પદ પર ચૂંટણી ન લડી શકે અને ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ પણ બરમાં કોઈ પણ પોસ્ટ પર ચૂંટણી ન લડી શકે તેવો સુધારો કરવા માટે પ્રમુખ હસમુખ ભટ્ટે માંગ કરી છે. તેઓએ ગુજરાતના તમામ બાર એસો.માં એક જ પ્રકારનું બંધારણ અમલમાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...