તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કરજણના ભૂમાફિયાઓની સામે ગુજસીટોકના પગલાં લેવા માગ

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • ખેડૂતોએ મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી,ડીજીપી સમક્ષ અરજી કરી
  • ગેરકાયદે રેતીની લીઝ-બ્લોક બંધ કરાવવા માટે પણ રજૂઆત

કરજણ તાલુકાના ફતેપુરા ગામના 5 ખેડુતોએ ભુ માફિયાઓ સામે રક્ષણ આપવા તથા ભુ માફિયાઓ સામે ગુજસીટોક મુજબ કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી મુખ્યમંત્રી, ગૃહ મંત્રી તથા રાજય પોલીસ વડા અને કલેકટર સમક્ષ કરી હતી. ફતેપુરા ગામના પાંચ ખેડુતો મહેશ પટેલ, ભુપેન્દ્ર પટેલ, ચંદુભાઇ પટેલ અને જીતેન્દ્ર પટેલ તથા નિશાંત પટેલે ભુ માફીયાઓ સામે નર્મદા માતાને તથા કરજણના ફતેપુરાના ગ્રામજનોને રક્ષણ આપવાની માંગ કરતી કરેલી અરજીમાં જણાવ્યું હતું કે અજય ડાંગર અને અને હિતેશ કરંડીયા અને તેમના સાગરીતો સામે પગલાં ભરાવા જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે અજય ડાંગર અને હિતેશ કરંડીયા તથા તેમના મળતીયા સામે અગાઉ મકરપુરા પોલીસમાં તથા કરજણ પોલીસમાં ગુના નોંધાયેલા છે અને ગેરકાયદે ચાલતી રેતીની લીઝ અને બ્લોક બંધ કરાવવા માટે આરટીઆઇ એક્ટીવીસ્ટે અરજી કરતાં તેની ઉપર પણ જીવલેણ હુમલો કરાવાયો હતો. તાજેતરમાં પણ કરજણ પોલીસમાં બંને જણા સામે ગુનો નોંધાયો હતો.

અગાઉ ઘટનામાં પોલીસે માત્ર ટ્રેકટરવાળાઓ સામે જ કાર્યવાહી કરી હતી. ખેડુતોએ આરોપ લગાવ્યો હતો કે અજય ડાંગર અને હિતેશ કરંડીયા ગ્રામજનોને પરેશાન કરી ધાક ધમકી આપી રહ્યા છે તેમની સામે ગુજસીટોક મુજબનો ગુનો નોંધવા માંગ કરાઇ હતી. આ મામલે હિતેશ કરંડીયાનો સંપર્ક કરાતા તેમણે કંઇ પણ કહેવાનું ટાળ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો