પગલાં ભરવા માગ:વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ કંગના રનૌત ફરી સંકટમાં, વડોદરામાં ગુનો દાખલ કરવા માગ સાથે વિરોધ, ધારાશાસ્ત્રીએ અરજી કરી

વડોદરા2 મહિનો પહેલા
શહેર પોલીસ કમિશનર શમશેરસિંગને કંગના સામે પગલાં લેવા અરજી કરાઈ છે.
  • ધારાશાસ્ત્રીએ અભિનેત્રી કંગનાને આપવામાં આવેલ પદ્મશ્રી એવોર્ડ પરત લેવાની પણ માગણી કરી

વિવાદાસ્પદ નિવેદન બદલ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે સામે દેશભરમાં વિવાદનો વંટોળ શરૂ થયો છે. ભારતને અસલી આઝાદી વર્ષ 2014 માં મળી હતી, 1947માં દેશને જે સ્વતંત્રતા મળી હતી તે ભીખમાં મળી હતી. કંગનાના આ વિવાદાસ્પદ નિવેદનના પગલે વડોદરામાંથી વિરોધ થયો છે. કંગના સામે ગુનો દાખલ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા શહેરના એક ધારાશાસ્ત્રીએ શહેર પોલીસ કમિશનર શમશેરસિંગને અરજી કરી છે.

કંગનાએ ભારતની આઝાદીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું
કંગનાએ ભારતની આઝાદીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું

કાર્યવાહી કરવા માગ
વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં રહેતા વકીલ જુનેદ સૈયેદે વડોદરા શહેર પોલીસ કમિશનરને એક્ટ્રેસ કંગના વિરૂદ્ધ તેના નિવેદનને લઈ અરજી કરી જણાવ્યુ છે કે, ગત તા. 10 નવેમ્બરના રોજ કંગનાએ એક મીડિયા ચેનલ સાથે વાત કરતા ભારતની આઝાદીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. કંગનાએ ભારત દેશ વિરૂદ્ધ ખૂબ જ ગંભીર પ્રકારનો લાંછન લગાડ્યું છે. દેશના શહીદો તેમજ શુરવીરો જેવા કે,માહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, અશ્પાકઉલ્લાખાં જેવા વિદ્વાન અને દેશની આઝાદી માટે શહીદ થનાર લોકોનું અપમાન કર્યુ છે.

કંગનાને અપાયેલો એવોર્ડ પણ પરત લેવા માગ કરાઈ છે.
કંગનાને અપાયેલો એવોર્ડ પણ પરત લેવા માગ કરાઈ છે.

સન્માન પરત લેવા અરજી
આ પ્રકાના નિવેદનને લઈ દેશના નાગરીકોની લાગણી દુભાઈ છે, કંગનાએ દેશની આઝાદી અપાવનાર લોકો તેમજ દેશના ઈતિહાસ ઉપર પણ આંગળી ઉઠાવી છે. આવા નિવેદનો સામે કર્યવાહી નહી કરવામાં આવે તો ભવિષ્યમાં પણ અન્ય લોકો આ પ્રકારના નિવેદન આપશે જે દેશના વિરોધમાં ગણાશે. જેથી કંગના સામે ફરિયાદ નોંધવી ખુબ જરૂરી છે. અને તેના વિરૂદ્ધ ગુનો નોંધી કડકમાં કડક પગલા લેવા માગણી કરી છે.સાથે જ ધારાશાસ્ત્રીએ અભિનેત્રી કંગનાને આપવામાં આવેલ પદ્મશ્રી એવોર્ડ પરત લેવાની પણ માગણી કરી છે.