તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:એક જ કોમના કિસ્સાના સોદામાં અશાંતધારામાંથી મુક્તિની માગ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અશાંતધારાની પ્રક્રિયા બદલવા કલેક્ટરને આવેદનપત્ર
  • અશાંતધારાને લગતી અરજીઓ ન સ્વીકારાતી હોવાની ફરિયાદો

એક જ કોમની વ્યક્તિ દ્વારા થતી મિલકતના વેચાણના સોદામાં અશાંતધારાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયુ છે.આ ઉપરાંત નર્મદાભુવન ખાતે અશાંતધારાને લગતી અરજીઓ ન સ્વીકારાતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે.મિલકત વેચાણના સોદામાં એક જ કોમની વ્યક્તિ હોવા છતા તેને અશાંતધારાની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. અધિકારીઓનું પણ માનવું છે કે, એક જ કોમના વ્યક્તિઓને અશાંતધારાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવે જેથી સરકારી તિજોરીમાં થતી સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં પણ વધારે થશે. અને લોકોને રાહત થશે.

જોકે બીજી તરફ હાલ પ્રાંત કચેરીમાં અશાંતધારાને લગતી અરજીઓનો સ્વિકાર ન કરાતો હોવા ઉપરાંત તેને લઈને કોઈ કાર્યવાહી ન થતી હોવાની ફરિયાદો વધી છે. અધિકારી સુત્રોના મુજબ સ્ટાફ કોરોનાની કામગીરીમાં વ્યસ્ત અથવા તો હોમઆઈસોલેશન હોવાના પગલે ઘણી કામગીરી પર રોક વાગી છે.

સોશિયલ મીડિયામાં પણ ફરિયાદો વધી
કલેક્ટરના સોશીયલ મીડીયા હેન્ડલ પર પણ અશાંતધારાને લગતી અરજીઓ લેવામાં ન આવતી હોવાની ફરિયાદો પોસ્ટ કરાઈ રહી છે. જ્યારે કલેક્ટર દ્વારા નર્મદાભુવન કચેરી ખાતે અશાંતધારાને લગતા કામની કચેરીમાં સંપર્ક કરવાનું કહેવાય છે. જોકે તંત્ર એક બાજુ અરજદારના તમામ કામ થઈ રહ્યાં છે તેવી બાંગ પોકારી રહ્યું છે ત્યારે બીજી તરફ પરીસ્થીતી સાવ વિપરીત છે. અરજદારોને કચેરીઓના ધક્કા ખાવા પડે છે. જેથી ફરિયાદો વધી રહી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...