તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે બાઇક નહીં સાઇકલ ચલાવીશું:પેટ્રોલના ભાવમાં વધારો અને આરોગ્ય જાળવવા સાઇકલની ડિમાન્ડ વધી, વડોદરામાં સાઇકલના વેચાણમાં 20 ટકાનો વધારો થયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં સાઇકલના વ્યવસાયનું દર મહિને બે કરોડનું ટર્ન-ઓવર થાય છે - Divya Bhaskar
વડોદરામાં સાઇકલના વ્યવસાયનું દર મહિને બે કરોડનું ટર્ન-ઓવર થાય છે
  • પેટ્રોલના ભાવ આસમાને પહોંચી જતા લોકો હવે બાઇકને બદલે સાઇકલ ચલાવવાનું વધારે પસંદ કરે છે

કોરોના પહેલા મૃત:પ્રાય થઇ ગયેલા સાઇકલના વ્યવસાયને કોરોનાકાળમાં નવજીવન મળ્યું છે. વડોદરાના મદનઝાંપા રોડ પર 35 દુકાનોમાં 100થી વધુ લોકોનું જીવન સાઇકલ પર જ ચાલે છે. હવે પેટ્રોલના ભાવ આસમાને પહોંચી જતા લોકો હવે બાઇકને બદલે સાઇકલ ચલાવવાનું વધારે પસંદ કરે છે. જેને કારણે સાઇકલના વેચાણમાં 20 ટકા જેટલો વધારો થયો છે.

5 હજાર રૂપિયાથી લઇને 20 હજાર સુધીની ફેન્સી હાઇબ્રિડ સાઇકલ વેચાય છે
વડોદરામાં સાઇકલના વ્યવસાયનું દર મહિને બે કરોડનું ટર્ન-ઓવર થાય છે. વડોદરા શહેરમાં 5 હજાર રૂપિયાથી લઇને 20 હજાર સુધીની ફેન્સી હાઇબ્રિડ સાઇકલ વેચાય છે. આ ઉપરાંત બેટરીવાળી સાઇકલ પણ લોકો પસંદ કરી રહ્યા છે. એક કલાક ચાર્જ કરવાથી બેટરીવાળી સાઇકલ 30 કિલોમીટર જેટલી ચાલે છે.

પેટ્રોલના ભાવ આસમાને પહોંચી જતા લોકો હવે બાઇકને બદલે સાઇકલ ચલાવવાનું વધારે પસંદ કરે છે
પેટ્રોલના ભાવ આસમાને પહોંચી જતા લોકો હવે બાઇકને બદલે સાઇકલ ચલાવવાનું વધારે પસંદ કરે છે

ઓફિસ નજીક હોવાથી સાઇકલ ખરીદી
મયુરભાઇ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય અને મોંઘવારીને સાઇકલ ચલાવવી હવે ખુબ જ જરૂરી બની ગઇ છે. મારા ઘરેથી ઓફિસ માત્ર 2 કિ.મી.નું જ અંતર છે. જેથી સાઇકલ લઇને ઓફિસ જઉ તો મારા રૂપિયા પણ બચે અને આરોગ્ય પણ સારૂ રહે. તેના માટે આજે મે સાઇકલ ખરીદી કરી છે અને બાળકો સાથે સાઇકલ ચલાવીએ તો બાળકોને પણ સારૂ લાગે છે.

વડોદરા શહેરમાં 5 હજાર રૂપિયાથી લઇને 20 હજાર સુધીની ફેન્સી હાઇબ્રિડ સાઇકલ વેચાય છે
વડોદરા શહેરમાં 5 હજાર રૂપિયાથી લઇને 20 હજાર સુધીની ફેન્સી હાઇબ્રિડ સાઇકલ વેચાય છે

સાઇકલના વેચાણમાં 15થી 20 ટકા જેટલો વધારો થયો છે
સાઇકલના વેપારીએ જણાવ્યું હતું કે, પહેલા સાયકલનો વ્યવસાય ઓછો ચાલતો હતો. કારણ કે પહેલા પેટ્રોલનો ભાવ ઓછો હતો. હાલ પેટ્રોલનો ભાવ સતત વધ્યો છે, જેથી લોકો હવે સાયકલ ખરીદવા માટે લોકો ખુબ જ આવી રહ્યા છે. સાઇકલના વેચાણમાં 15થી 20 ટકા જેટલો વધારો થયો છે. લોકો હેલ્થ માટે પણ સાઇકલ ખરીદે છે.

અન્ય સમાચારો પણ છે...