રજૂઆત:વરણામા PSI, બીટ જમાદાર સામે પગલાં ભરવાની માગ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ વડાને આવેદન આપી રજૂઆત
  • નિર્દોષ છતાં માર માર્યો હોવાની યુવકની કેફિયત

વરણામા પોલીસ મથકના પીએસઆઈ સામે ગુનો નોંધવાની માંગ લાઠી ચાર્જમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકે જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિતમાં કરી છે. બુટલેગરને ત્યાં બે દિવસ પેહલા દરોડા પાડયા બાદ પોલીસ મથકને ગ્રામજનોએ કરેલા ઘેરા બાદ લાઠી ચાર્જમાં યુવકને ગંભીર ઇજાઓ થયા બાદ હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

અણખી ગામે રહેતા રજનીકાંત વણકર અને જીગ્નેશ પરમાર દ્વારા જિલ્લા પોલીસ વડાને જણાવાયું છે કે હું ગૌતમ બુદ્ધ માનવ સેવા સંઘ સાથે સંકળાયેલો છું. પાચમી તારીખે હું વરણામા ગયો હતો અને પરત આવતા પોલીસ મથકની બહાર ટોળું ભેગું થયેલું હતું. એ જોઈને હું ઊભો રહ્યો હતો અચાનક પોલીસ મથકમાંથી પીએસઆઈ ગોહિલ અન્ય પોલીસ જવાનો સાથે હાથમાં દંડો લઈને ધસી આવ્યા હતા અને આડેધડ લાઠી ચાર્જ કરતા હતા. મને પીએસઆઈએ લાઠીઓ મારી હતી. જમાદાર ભૂપેન્દ્રએ મને ધક્કો મારતા હું નીચે પડી ગયો હતો અને મને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

બાદ હું સારવાર માટે પોરની જનરલ હોસ્પિટલ ખાતે ગયો હતો ત્યાં વધારે ગંભીર ઈજાઓ હોવાથી મને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઇ જવાયો હતો. મારા પગનું ઓપશન પણ કરાયું છે. હું અનુસૂચિત જનજાતિનો હોવાથી નિર્દોષ હોવા છતાં મને માર મરાયો હોવાથી પીએસઆઈ ગોહિલ અને બીટ જમાદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવાની માંગ પોલીસ વડાને આપવામાં આવેલી લેખિત ફરિયાદમાં કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...