રજૂઆત:‘પૂૂરા દાન સામે 1 મત ગણો કે મત રદ કરો’ની માગણી

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોનર્સ કેટેગરીનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો
  • સંકલન સમિતિના ઉમેદવારે કરેલી અરજી

એમ.એસ. યુનિવર્સિટીની ડોનર્સ કેટેગરીનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. સંકલન સમિતિના ઉમેદવારે અરજી કરી 37 લાખના દાન સામે 37 મતદાર ગણવામાં આવ્યા છે તો અમે આપેલા 85 લાખના દાન સામે 85 મતદાર ગણવાની માંગણી કરાઇ છે. પૂરા દાન સામે 1 મત ગણો અથવા તો મત રદ કરવાની માંગ કરાઈ છે. યુનિવર્સિટીની ડોનર્સ કેટેગરીમાંથી ચૂંટણી લડતા વ્રજેશ પટેલે હાઇકોર્ટમાં સ્પેશ્યલ સીવીલ એપ્લીકેશન કરી છે.

જેમાં તેમણે જણાવ્યું છે કે 2017માં વડ ફેસ્ટ સમયે યુનિવર્સિટીને 37 લાખનું દાન મળ્યું હતું જેમાં 1 લાખ પ્રમાણે 37 મતદારો ગણવામાં આવ્યા હતા. અમે પણ અગાઉ મનુભાઇ ડાહ્રાભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાષા ભવન માટે 85 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. જેમાં પણ અલલ અલગ ડોનર્સ હતા. તેથી જે પ્રમાણે વડ ફેસ્ટના 37 લાખના દાન સામે 37 મતદારો ગણવામાં આવે છે તેવી જ રીતે અમારા 85 લાખના દાન સામે 85 મતદારો ગણવાની મંજૂરી આપવામાં આવે નહિ તો અમારા 85 લાખના દાન પેટે જે 1 મત ગણવામાં આવ્યો છે તે પ્રમાણે જ વડફેસ્ટમાં મળેલા 37 લાખના દાન પેટે એક મત ગણવામાં આવે.

મયંક પટેલ અને પ્રતીક જોશીના ભાવિ જજમેન્ટ પર નિર્ભર
વડફેસ્ટના ડોનેશનમાં જે 37 નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં સત્તાધારી જૂથના ઉમેદવાર મયંક પટેલ અને સંકલન સમિતિના ઉમેદવાર પ્રતીક જોશીનો સમાવેશ થાય છે જો આ નામોનો છેદ ઉડી જાય તો બંને ચૂંટણી લડી શકશે નહિ.

અન્ય સમાચારો પણ છે...