તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લૂસિવ:IPL ઓક્શનમાં બરોડિયન બોયની પસંદગી, ડાબોડી પેસ બોલર લુકમેનને દિલ્હી કેપિટલે રૂ.20 લાખમાં ખરીદ્યો, હવે દેશ માટે રમવાની ઈચ્છા

વડોદરા12 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા
 • કૉપી લિંક
મેરીવાલાની પત્ની, પુત્રી અને માતા-પિતા ઇન્સેટમાં લુકમેન મેરીવાલા. - Divya Bhaskar
મેરીવાલાની પત્ની, પુત્રી અને માતા-પિતા ઇન્સેટમાં લુકમેન મેરીવાલા.

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન માટે મિની ઓક્શન શરૂ થઈ ગયું છે. ક્રિસ મોરિસ IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. આ ઓક્શનમાં ગુજરાતના પણ ખેલાડીઓનો ડંકો વાગ્યો છે. આ સ્ટાર ખેલાડીમાં ચેતેશ્વર પૂજારા, લુકમેન મેરીવાલા, રીપલ પટેલ અને ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. ચેન્નાઈ સુપરકિંગ્સે 50 લાખમાં ચેતેશ્વર પૂજારાને ખરીદ્યો છે. તેની સાથે સાથે વડોદરાના રણજી ટ્રોફી ખેલાડી અને ડાબોડી પેસ બોલર લુકમેન મેરીવાલાની દિલ્હી કેપિટલે પસંદગી કરી છે. દિલ્હી કેપિટલ ફ્રેન્ચાઇઝએ લુકમેનને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તેણે જણાવ્યું કે, હવે દેશ માટે રમવાની મહેચ્છા છે.

વડોદરા તરફથી 40 જેટલી રણજી ટ્રોફી મેચ રમી ચુક્યો છે
લુકમેન વડોદરા તરફથી 40 જેટલી રણજી ટ્રોફી મેચ રમી ચુક્યો છે. તેમજ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પસંદગીકરોનું ધ્યાન ખેંચી ચુક્યો છે. લુકમાનની પસંદગી થતા તેના પરિવારમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે. લુકમેન હાલ પોતાના માતા-પિતા, પત્ની અને 3 વર્ષની પુત્રી સાથે રહે છે અને વડોદરા તરફથી ક્રિકેટ રમી રહ્યો છે.

વડોદરામાં આવેલું લુકમેન મેરીવાલાનું ઘર
વડોદરામાં આવેલું લુકમેન મેરીવાલાનું ઘર

IPLમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માગું છું: લુકમેન
આ અંગે લુકમેન મેરીવાલાએ જણાવ્યું હતું કે, મારી પસંદગીથી હું ખૂબ ખુશ છું. અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઇડર્સ દ્વારા પણ મને બોલાવવામાં આવ્યો હતો અને તમામ ફ્રેન્ચાઇઝ મારા પ્રદર્શનથી ખુશ હતી. દિલ્હી કેપિટલે મારી પસંદગી કરતા હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. આગામી દિવસોમાં આઇપીએલમાં રમી પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માગું છું અને એક દિવસ આપણા દેશ માટે રમવાની મારી મહેચ્છા છે.

મેરીવાલાએ સૈયદ મુશ્તાક અલી ટી-20માં લોકોને ભારે ઈમ્પ્રેસ કર્યા હતા.
મેરીવાલાએ સૈયદ મુશ્તાક અલી ટી-20માં લોકોને ભારે ઈમ્પ્રેસ કર્યા હતા.

લુકમેનની ડોમેસ્ટિક કરિયર
લુકમેન મેરીવાલાએ સૈયદ મુશ્તાક અલી ટી-20માં લોકોને ભારે ઈમ્પ્રેસ કર્યા હતા. મેરીવાલાએ 8 મેચમાં 6.52ની ઈકોનોમીથી 15 વિકેટ ઝડપી હતી. 29 વર્ષના મેરીવાલાએ 17 ફર્સ્ટ ક્લાસ મેચ, 31 એ લિસ્ટ મેચ અને 44 ટી-20 મેચ રમ્યા છે. મેરીવાલાએ 44 ટી-20 મેચમાં 6.72ની ઈકોનોમીથી 3 વખત પાંચ વિકેટ મેળવી છે. મેરીવાલાએ કુલ 72 વિકેટ ઝડપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો