તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Delhi AAP MLA Staged A Road Show In Vadodara Municipal Elections, Attacking BJP, Said The Level Of Government Education In Gujarat Has Declined

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:​​​​​​​વડોદરા પાલિકાની ચૂંટણીમાં દિલ્હી આપના ધારાસભ્યે રોડ શો કર્યો, ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું, ગુજરાતમાં સરકારી શિક્ષણનું સ્તર ઘટ્યું

​​​​​​​વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આમ આદમી પાર્ટી દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
આમ આદમી પાર્ટી દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • દિલ્હીની જેમ ગુજરાતમાં પણ મફ્ત શિક્ષણ આપી શકાય તેમ છે

મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને હાલ પ્રચાર તેજ થઈ ગયો છે. ત્યારે વડોદરામાં આપ પાર્ટી માટે મત માંગવા માટે દિલ્હીના ધારાસભ્ય આવ્યાં હતાં. જેમણે આક્ષેપ કરતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની હાલત ખરાબ છે. સરકારી શાળાઓનું સારી રીતે સંચાલન કરાય તો ખાનગી શાળાઓનો મૃત્યુઘંટ વાગી જાય. કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર અર્થે આવેલા આપ ધારાસભ્ય આતિશિસીંગે રોડ શો પણ કર્યો હતો.

ઓડિટ કરાવાય તો સત્ય બહાર આવે
કોર્પોરેશની ચૂંટણીઓના પ્રચાર તેજ થઇ ગયો છે ત્યારે શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રચાર અર્થે આવેલા દિલ્લીના ધારાસભ્ય આતિશીસીંગે ભાજપની સરકાર પર પ્રહારો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકારી પ્રાથમીક શાળાઓની હાલત ખરાબ છે. નેતાઓના મેળાપીપળાથી સ્કૂલોની હાલત ખરાબ થઇ ગઇ છે. ખાનગી સ્કૂલોમાં કમરતોડ ફી લેવામાં આવે છે. કોરોનામાં પણ દિલ્હીમાં ફી વધવા દીધી નથી. પગાર ખર્ચનું બ્હાનું ખોટું બતાવવામાં આવે છે. ઇમાનદારીથી ઓડીટ કરવામાં આવે તો સાચી વાત બહાર આવે તેમ છે.

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટ્યું હોવાના આક્ષેપ કરાયા હતાં.
ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટ્યું હોવાના આક્ષેપ કરાયા હતાં.

દિલ્હીની સરકારી શાળા રોલ મોડલ છે
સરકારી સ્કૂલોનું સારી રીતે સંચાલન કરવામાં આવે તો પ્રાઇવેટ સ્કૂલોનો મૃત્યુઘંટ વાગી જાય.દિલ્હીની સરકારી શાળાઓ રોલ મોડલ છે જયારે ગુજરાત જે રોલ મોડલનો પ્રચાર કરે છે તેવું નથી શાળાઓની હાલત દયનીય છે. આમ આદમી પાર્ટી પ્રાથમિક સુવિધાઓ રસ્તા,ગટર,શુધ્ધ પાણી પર ચૂંટણી લડી રહી છે. આમ આદમી સત્તા પર આવશે તો શુધ્ધ પાણી અને ફ્રી પાણી આપવામાં આવશે. આ ઉપરાંત દિલ્હીમાં ચકચારી રિન્કુ શર્મા હત્યા બાબતે તેમણે જણાવ્યું હતું કે ધાર્મીક ફાળો ઉઘરાવવા બાબતે તેની હત્યા થઇ છે ભાજપ તેને બચાવવા નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપો કર્યા હતા. ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઇએ તેવી માંગણી પણ કરી હતી. તેઓએ રોડ શો પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો