• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Delay In Launching Shravankumar Health Yojana In City Despite Government Announcement: Burden Of Rs.2 Crore Per Annum On Corporation

ભાસ્કર વિશેષ:સરકારની જાહેરાત છતાં શહેરમાં શ્રવણકુમાર હેલ્થ યોજના શરૂ કરવામાં વિલંબ : કોર્પોરેશન પર વર્ષે રૂા.2 કરોડનું ભારણ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 60 વર્ષથી​​​​​​​ વધુ ઉંમરના નાગરિકોનું ટેલી મેડિસિન, ઘરે ઘરે જઈ ચેકઅપ શરૂ કરાશે

રાજ્ય સરકાર દ્વારા શ્રવણકુમાર હેલ્થ યોજના જાહેર કરવામાં આવી છે, જે ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થઈ છે પરંતુ 8 મહાનગર પાલિકાઓમાં શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આ યોજના અંતર્ગત 60 વર્ષથી ઉપરના નાગરિકોનું મેડિસિન અને ઘેર જઇ ચેકઅપ તેમજ દવા આપી સ્વાસ્થ્ય સુધારવાનું આયોજન હાથ ધર્યું છે. આ યોજના અંતર્ગત પાલિકા પર વાર્ષિક 2 કરોડનું ભારણ આવવાનો અંદાજ છે.

એનએચએફએસના ડેટા મુજબ રાજ્યમાં વૃદ્ધોની વસ્તીનો વધારો થઈ રહ્યો છે. વર્ષ 2000ની વસ્તી ગણતરી કરતાં પણ અત્યારે વૃદ્ધોની સંખ્યા વધી છે. વડોદરામાં 22 લાખની વસ્તી સામે 2.07 લાખ ની વસ્તી 60 વર્ષ ઉપરની છે વૃદ્ધોના દર્દોમાં પણ વધારો થઈ રહ્યો હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.

આગામી વર્ષ 2050 સુધીમાં વૃદ્ધો ની ટકાવારી 20% જેટલી થવાનો અંદાજ છે જેને પગલે તેમનું આરોગ્ય સુધરે તે માટે સરકારે શ્રવણકુમાર રહેલ થી યોજના શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા બનાવેલા વેલને સેન્ટર કાર્યરત છે પરંતુ શેરી વિસ્તારમાં હજુ આવી કોઈ સુવિધા નથી.

યોજનામાં શું કરવાનું હોય છે
આરોગ્ય વિભાગે 60 વર્ષથી ઉપરના દર્દીઓનું સ્વાસ્થ્ય કેવું છે તે માટે ફોન કરી તેમને ખબર પૂછી તેમને ટેલી મેડિસિન આપી નિયત સમયે પ્રેશર-સુગર ઘરે જઈ માપવાનું રહેશે.

ગાઈડલાઈન આવશે ત્યારે શરૂ થશે
સરકાર દ્વારા હજુ સ્પષ્ટ ગાઈડ લાઈન આવી નથી. કોર્પોરેશન માટેની જોગવાઈઓ અને સ્પષ્ટતા થઈ જશે ત્યારથી કોર્પોરેશન પણ યોજનાનો અમલ શરૂ કરશે.- ડો.દેવેશ પટેલ, મુખ્ય આરોગ્યમલદાર, કોર્પોરેશન

શહેરમાં શું પ્રશ્ન છે?
શહેરમાં વેલને સેન્ટર નથી આ સાથે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની નિમણૂક પણ થઈ નથી જો આ યોજનાનો અમલ કરવામાં આવે તો નાગરિકોને ઘેર જઈને ચેકઅપ કરવામાં તેમજ દવા આપવામાં ટ્રાન્સપોર્ટેશન સ્ટાફ અને મેડિસિનનો ખર્ચ કોણ ભોગવશે તે પણ સ્પષ્ટતા નથી.

અન્ય સમાચારો પણ છે...