તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Degree Certificates Stuck Due To Corona Will Now Be Issued From Faculty Level, A Digital Convocation Was Held At Maharaja Sayajirao University Last March.

ડિગ્રીનું સર્ટી ફેકલ્ટીમાંથી આપશે:કોરોનાને લીધે અટવાયેલાં ડિગ્રી સર્ટિફિકેટ હવે ફેકલ્ટી સ્તરેથી અપાશે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગત માર્ચમાં ડિજિટલ કોન્વોકેશન યોજાયું હતું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી - ફાઇલ તસવીર
  • વર્ષ 2020-21માં 11 હજાર વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી હતી

એમ.એસ. યુનિવર્સિટીમાં 3 મહિના પહેલાં ડિજિટલ કોન્વોકેશન કરવામાં આવ્યું હતું. જોકે કોરોનાની બીજી લહેરના પગલે વિદ્યાર્થીઓનાં ડિગ્રી સર્ટિફીકેટ અટવાઇ ગયાં હતાં. વર્ષ 2020-21માં 11 હજાર વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી હતી. હવે વિદ્યાર્થીઓને ફેકલ્ટી સ્તર પરથી ડિગ્રી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવશે.

કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણને ગંભીર નુકસાન થયું છે. એકેડેમિક કેલેન્ડરથી લઇને વિદ્યાર્થીઓની ડિગ્રીઓ પણ અટવાઇ ગઇ છે. વર્ષ 2020-21ની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓનું કોન્વોકેશન માર્ચ મહિનામાં યોજવામાં આવ્યું હતું. જોકે એપ્રિલમાં કોરોનાની બીજી લહેરના પગલે વિદ્યાર્થીઓનાં ડિગ્રી સર્ટિફિકેટ અટવાઇ ગયાં હતાં. વિદ્યાર્થીઓને ઇ-મેલના માધ્યમથી ડિગ્રી સર્ટિફિકેટ મોકલાવવામાં આવ્યાં હતાં, જ્યારે ફિઝિકલ ડિગ્રી સર્ટિફિકેટ હજુ આપવામાં આવ્યાં નથી.

કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે ત્યારે હવે વિદ્યાર્થીઓને ફેકલ્ટી સ્તર પરથી ડિગ્રી સર્ટિફિકેટ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં વિદ્યાર્થીઓને ફેકલ્ટી સ્તર પરથી આપવામાં આવેલી તારીખો અને સમય પ્રમાણે ડિગ્રી સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે, જે અંગેની જાહેરાત સત્તાધીશો દ્વારા કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સમયસર ડિગ્રી સર્ટિફિકેટ ન મળવાના કારણે અનેક જગ્યાએ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા સહિત અન્ય રાજ્યમાં પ્રવેશ માટે પણ સમસ્યા ઊભી થઇ છે. નોકરી માટે પણ ડિગ્રી સર્ટિફિકેટ જરૂરી છે. જોકે હવે ફેકલ્ટી સ્તર પર વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવાના નિર્ણયના પગલે વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે. કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ત્યારે હવે વિદ્યાર્થીઓને ફેકલ્ટી સ્તર પરથી ડિગ્રી સર્ટિફિકેટ વિતરણ કરવા અંગે અગાઉ રજૂઆત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...