• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Defeat Of BJP Kisan Morcha General Secretary Who Made 12 Seats Uncontested In Vadodara Agricultural Produce Market Committee Elections

કમળને ઝટકો:વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની ચૂંટણીમાં 12 બેઠક બિનહરીફ કરાવનાર ભાજપના કિસાન મોરચાના મહામંત્રીનો પરાજય

વડોદરાએક મહિનો પહેલા
વેપાર વિભાગની ચાર બેઠકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના કિસાન મોરચાના મહામંત્રીનો પરાજય થયો
  • હઠાગ્રહથી થયેલી વેપાર વિભાગની ચાર બેઠકોની ચૂંટણીના પરિણામમાં ભાજપના ઉમેદવારનો પરાજય

વડોદરા સ્થિત સયાજીપુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી ખાતે શુક્રવારના રોજ વેપાર વિભાગની ચાર બેઠકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના કિસાન મોરચાના મહામંત્રીનો પરાજય થયો હતો. જ્યારે અનાજ અને શાકભાજીના વેપારી એસોસીએશનના ચાર પ્રતિનિધિઓનો વિજય થયો હતો. અગાઉ ભારતીય જનતા પાર્ટીના 12 ઉમેદવારો બિનહરીફ રહ્યા હતા. ચાર બેઠકો માટેની ચૂંટણી શહેરના ભાજપના નેતાઓના હઠાગ્રહના કારણે યોજાઇ હતી. જેમાં ભાજપના ઉમેદવારનો કારમો પરાજય થતા ભાજપમાં સન્નાટો છવાયો હતો.

ભારતીય જનતા પાર્ટીના 12 ઉમેદવારો બિનહરીફ રહ્યા હતા
ભારતીય જનતા પાર્ટીના 12 ઉમેદવારો બિનહરીફ રહ્યા હતા

102 મતદારોએ મત આપ્યાં હતા
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપાર વિભાગ માટે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હતા. જે માટે 104 મતદારોમાંથી 102 મતદારોએ પોતાનું મતદાન કર્યુ હતુ.આજે શનિવારના રોજ સવારે 9 વાગે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગણતરીના અંતે ચાર ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

અનાજ અને શાકભાજીના વેપારી એસોસીએશનના ચાર પ્રતિનિધિઓનો વિજય થયો
અનાજ અને શાકભાજીના વેપારી એસોસીએશનના ચાર પ્રતિનિધિઓનો વિજય થયો

વિજેતા ચાર ઉમેદવારના નામ
વેપાર વિભાગની ચાર બેઠકોમાં વિજેતા જાહેર થયેલાઓમાં ઉમેશ ચંદુલાલ કોટડીયા (વડોદરા), જયપ્રકાશ ઉધવદાસ ખિલનાણી (વડોદરા), દિપેન મુકુન્દભાઈ ગાંધી (વડોદરા), તથા નારાયણભાઈ ચીમનભાઈ પટેલ (વડોદરા)નો સમાવેશ થયો હતો. જ્યારે વડોદરા શહેર ભાજપ કિસાન મોરચાના મહામંત્રી એવા અલ્પેશકુમાર વિઠ્ઠલદાસ શાહ (વડોદરા)નો પરાજય થયો હતો. સહકારી ક્ષેત્રમાં પ્રથમ વખત ભાજપ પક્ષે મેન્ડેટ આપીને સત્તાવાર પગપેસારો કર્યો હતો. જેમાં અગાઉ 12 બેઠક બિનહરીફ મેળવવામાં સફળતા મળી હતી. જ્યારે અન્ય 4 બેઠક પર માત્ર ભાજપના વડોદરા શહેરના નેતાના કારણે યોજાયેલી ચૂંટણીમાં પક્ષના હોદ્દેદારે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

ચાર બેઠકો માટેની ચૂંટણી શહેરના ભાજપના નેતાઓના હઠાગ્રહના કારણે યોજાઇ હતી
ચાર બેઠકો માટેની ચૂંટણી શહેરના ભાજપના નેતાઓના હઠાગ્રહના કારણે યોજાઇ હતી

બિનહરીફ વિજેતાના નામ
અગાઉ બિનહરીફ રહેલાઓમાં સહકારી ખરીદ વેચાણ મંડળી (1) યોગેશ ચીમનભાઈ પટેલ, વરણામા, (2) શૈલેષ ગોવિંદભાઈ પટેલ, પોર, ખેડૂત મત વિભાગ (1) ઈન્દ્રવદન ગોકળભાઈ પટેલ, બીલ, (2) કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલ, વરણામા (3) ઘનશ્યામ બાબરભાઈ પટેલ, કેલનપુર (4) ચંદ્રકાંત જયંતિભાઈ પટેલ, અણખોલ (5) જીજ્ઞાશાબેન કમલેશભાઈ પટેલ, કાશીપુરા (6) નરેન્દ્ર છીતાભાઈ પટેલ, આલમગીર (7) નિતીન જેઠાભાઈ પટેલ, પોર (8) મહેન્દ્ર રાવજીભાઈ પટેલ, રમણગામડી (9) મુકુન્દ રાવજીભાઈ પટેલ, ઉંટીયા (10) સંજય ભોગીલાલ પટેલ, અણખી નો સમાવેશ થાય છે.