કામગીરી:ડિફોલ્ટર 22 એજન્સીના નાણાં વસૂલવા દરખાસ્ત, અગાઉ દરખાસ્ત મુલતવી કરી દેવાઇ હતી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિફોલ્ટર એજન્સીઓ પાસેથી નાણાં વસુલાત અંગેના હાઈકોર્ટના ચુકાદાનો સમાવેશ કરતી દરખાસ્ત સુજલ એડવર્ટાઇઝ ની અગાઉ મુલતવી રહેલી દરખાસ્ત સાથે ફરીથી સ્થાયી સમિતિમાં મુકવામાં આવતા વિવાદ સર્જાયો છે. પાલિકાને હોર્ડિંગ્સ, યુનિ પોલ અને કિયોસ્કના વ્યવસાય સાથે સંકળાયેલી 22 જેટલી એજન્સીઓની બાકી વસૂલાત કરવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો અને સુજલ એડ.ના કોન્ટ્રાક્ટ રદ કરવા અંગેની બે દરખાસ્ત સ્થાયી સમિતિમાં ફરી રજુ થઇ છે.સુજલ એડ.ના કોન્ટ્રાક્ટ અંગે થોડા વખત પહેલાં સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ થઇ હતી કે જેમાં હાઇકોર્ટ દ્વારા આવેલા ચુકાદાની માહિતી રજૂ કરવામાં આવી ન હતી.

જે બાદ હાઈકોર્ટના ચુકાદા અંગેની વધારાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરી હતી.આ વધારાની દરખાસ્ત સુજલ એડની દરખાસ્ત સાથે જ જોડી દેવામાં આવી છે.સુજલ એડ ની બાકી વસૂલાત ની સાથે સાથે હાઈ કોર્ટે કરેલા હુકમમાં તમામ પાસેથી બાકી વસૂલાત કરવા જણાવ્યું હતું ત્યારે કેટલાક હોદ્દેદારોએ છ મહિનાની રકમ માફી આપવાની વિચારણા ચાલી રહી હતી.

આ સ્થિતિમાં અગાઉ ભાજપની મળેલી સંકલન સમિતિમાં સ્થાયી સમિતિના એક સભ્યે અમદાવાદમાં કોઈને પણ માફી આપી નથી અને માત્ર છ મહિના પૈસા ભરવાની મુદત વધારી આપી હોવાનો નિર્ણય કર્યો છે તેમ જણાવતા આ દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી. હોર્ડિંગ્સ, ગેંટ્રી ગેટ, યુનિ પોલ, કીયોસ્ક બોર્ડનો વ્યવસાય કરતી 20 થી 22 ડીફોલ્ટર એડવર્ટાઈઝિંગ એજન્સીઓના રૂા.40 કરોડની વસુલાત કરવાના બાકી છે.

અન્ય સમાચારો પણ છે...