તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ત્રણેય સંતાનના બાયોલોજિકલ પિતા હોવાથી દીપકનું ફોર્મ રદ કરાયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વોર્ડ નં-15ના અપક્ષ ઉમેદવાર દિપક શ્રીવાસ્તવ - Divya Bhaskar
વોર્ડ નં-15ના અપક્ષ ઉમેદવાર દિપક શ્રીવાસ્તવ

વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવ્યાં બાદ ચૂંટણી અધિકારીએ રેકોર્ડ જોતાં દિપક શ્રીવાસ્તવ ત્રણ બાળકોના કુદરતી પિતા હોવાનું પુરવાર થતું હોઇ ફોર્મ રદ કર્યું હતુ. દિપક શ્રીવાસ્તવે ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

બીજી તરફ દિપક શ્રીવાસ્તવે ભલે એક સંતાનને દત્તક આપી દીધુ હોય પરંતુ તે ત્રણ સંતાનના પિતા હોવાના કારણે તેનું ફોર્મ મંજૂર થશે કે કેમ ? તે બાબત પહેલાથી જ ભારે ચર્ચાનો વિષય બની હતી. આજે ફોર્મ ચકાસણી હોવાના કારણે ફોર્મ કેમ રદ ન થઇ શકે અને ફોર્મ કેમ રદ કરવું જોઇએ ? તે બાબતે ચૂંટણી અધિકારી સમક્ષ બન્ને પક્ષે લાંબી દલીલો કરવામાં આવી હતી. બન્ને પક્ષે રજૂઆત થયા બાદ ચૂંટણી અધિકારીએ જન્મ મરણ શાખાના રજિસ્ટ્રારને ઓરિજનલ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનો આદેશ કર્યો હતો.

રજિસ્ટ્રાર દ્વારા રજૂ થયેલા પુરાવામાં દિપક શ્રીવાસ્તવના ત્રણ સંતાનો હોવાની વિગતો રજૂ કરી હતી એટલે ચૂંટણી અધિકારીએ દિપક શ્રીવાસ્તવ ત્રણ બાળકોના કુદરતી પિતા હોવાનું રેકોર્ડમાં સ્પષ્ટ જણાતંુ હોઇ દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો