તપાસ:દીપક નાઇટ્રાઇટની આગનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સુપરત કરાયો

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગ કેવી રીતે, કેટલા વાગ્યે લાગી તેનો ચિતાર રજૂ કરાયો
  • 10 પાનાંનો રિપોર્ટ અપાયો, એફએસએલના રિપોર્ટની રાહ

નંદેસરીની દીપક નાઈટ્રાઈટમાં કંપનીમાં ગુરુવારે સાંજે ધડાકા સાથે ભભૂકી ઊઠેલી આગના કારણે ભારે અફરા-તફરી મચી હતી. ગણતરીના સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસની કંપનીના કર્મચારીઓમાં ભારે દોડધામ મચી હતી. ઘટનાના પગલે ફાયર વિભાગની ટીમોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગે કંપનીના લાગેલી આગનો ફાયર ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો છે.

ફાયર વિભાગનાં આધારભૂત સૂત્રો મુજબ 10 પાનાંના રિપોર્ટમાં આગ કેવી રીતે લાગી અને કેટલા વાગ્યે લાગી તે અંગેનો ચિતાર અપાયો છે. તદુપરાંત આ રિપોર્ટમાં ઇજાગ્રસ્ત બનેલા 4 કર્મચારીઓ, જે સમયે આગ લાગી તે સમયે કંપનીમાં હાજર મેનેજમેન્ટના 3 અધિકારીઓનાં નિવેદન લેવામાં આવ્યાં છે.

જે સ્થળે આગ લાગી ત્યાં કેટલો કેમિકલ લોડ હતો, કેટલાક વિસ્તારમાં નુકસાન પહોંચ્યું છે, તેનો ફોટોગ્રાફ સાથેનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. જોકે હજી એફએસએલના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...