તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટ:એક સિઝનના પ્રતિબંધ બાદ દીપક હુડા ફરી BCA ટીમમાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર: દીપક હુડા. - Divya Bhaskar
તસવીર: દીપક હુડા.
  • 10મીથી દીપક ટીમ સાથે પ્રેકિટસમાં જોડાઇ જશે
  • કુણાલ પંડ્યા સાથે વિવાદ થતાં પાબંદી લગાવાઇ હતી

એક સિઝનના પ્રતિબંધ બાદ સ્ટાર ઓલરાઉન્ડર દીપક હુડાનો બીસીએની ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે એમ બીસીએના સૂત્રોએ જણાવ્યું છે.

ગયા વરસે મુશ્તાક અલી ટ્રોફી સ્પર્ધા અગાઉ બરોડા ટીમના સુકાની કૃણાલ પંડયા અને દીપક હુડા વચ્ચે વિવાદ થયો હતો. જેના પગલે બીસીએના સતાધીશોએ દીપક હુડા પર એક સિઝનનો પ્રતિંબધ મુક્યો હતો. જો કે દીપકએ આઈપીએલ મેચમાં જોરદાર દેખાવ કર્યો હતો.જો કે એકલા દીપક સામે જ પગલાં ભરાતાં નારાજગી વ્યાપી હતી. ટ્રોફીની આગામી સિઝન માટે 38 સંભવિત ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેમાં દીપક હુડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે હજુ તે પ્રેકટીસમાં જોડાયો નથી.બીજી બાજુ સ્મિત પટેલ અમેરિકા જતા રહેતા તેના સ્થાને મીતેશ પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.બીસીએના સેક્રેેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે ‘દીપક હુડાએ મેઈલ કરીને જણાવ્યું છે કે ‘તે દશમી જુલાઈના રોજ પ્રેકટીસમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...